Get The App

તાજુ આદુ કે સૂંઠ: હેલ્થ માટે કયુ આદુ છે ફાયદાકારક, શેનો કરવો જોઈએ વધુ ઉપયોગ

Updated: Nov 8th, 2023

GS TEAM


Google News
Google News
તાજુ આદુ કે સૂંઠ: હેલ્થ માટે કયુ આદુ છે ફાયદાકારક, શેનો કરવો જોઈએ વધુ ઉપયોગ 1 - image


                                                               Image Source: Freepik

અમદાવાદ, તા. 08 નવેમ્બર 2023 બુધવાર

સૂંઠ અને તાજુ આદુ બંનેના ઘણા હેલ્થ બેનિફિટ્સ છે અને તેમને ડાયટમાં સામેલ કરવા જોઈએ પરંતુ જો તમે કોઈ જોખમી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા કે એલર્જીથી પસાર થઈ રહ્યા છો તો તમારે થોડુ સમજી-વિચારીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ ડોક્ટરની સલાહ લઈ લો તો વધુ સારુ રહેશે.

આદુ 

આદુ જેને જિંજિબર ઓફિસિનેલના નામથી પણ ઓળખવામાં આવે છે, એક ફૂલ વાળો છોડ છે જે જિંજિબેરેસી પરિવાર સાથે સંબંધિત છે, આ એક મૂળવાળી શાકભાજી છે. જેનો સ્વાદ તીખો હોય છે જે આને ભોજન બનાવવામાં એક લોકપ્રિય સામગ્રી બનાવે છે. આ પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણીતુ છે અને પારંપરિક દવામાં તેનો ઉપયોગ વિભિન્ન બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે.

તાજુ આદુ

તાજા આદુને કોઈ પણ પ્રકારે સૂકવવા કે પ્રક્રિયા કરવામાં આવી નથી. તેની સ્કિન સામાન્ય ભૂરી અને રેશેદાર બનાવટ વાળી હોય છે. તાજા આદુમાં તેજ સ્વાદ અને સુગંધ હોય છે, જે તેને ઘણા વ્યંજનોમાં એક જરૂરી ઘટક બનાવે છે, ખાસ કરીને એશિયાઈ વ્યંજનોમાં. તેનો ઉપયોગ સામાન્યરીતે આદુની ચા બનાવવા કે તેના સ્વાસ્થ્ય લાભો માટે સ્મૂદીમાં જોડવા માટે પણ કરવામાં આવે છે. 

સૂકુ આદુ

બીજી તરફ સૂકુ આદુ કે પીસેલુ આદુ, તાજા આદુને સૂકવીને અને પીસીને બારીક પાઉડર બનાવીને બનાવવામાં આવે છે. તાજા આદુની તુલનામાં આમાં સામાન્ય પીળો રંગ અને વધુ સ્વાદ હોય છે. સૂંઠનો ઉપયોગ ભોજન બનાવવા અને બેકિંગમાં મસાલા તરીકે સાથે જ પારંપરિક દવામાં પણ કરવામાં આવે છે.

બંનેમાં પોષણ સંબંધી અંતર છે

તાજુ અને સૂકવેલુ આદુ બંને જુદા-જુદા લાભ આપે છે, પરંતુ અલગ-અલગ પ્રક્રિયા પદ્ધતિઓના કારણે તેમની પોષણ સંબંધી પ્રોફાઈલ થોડી જુદી હોય છે. તાજા આદુમાં લગભગ 79% પાણી હોય છે, જ્યારે સૂકાયેલા આદુમાં માત્ર 10 ટકા પાણી હોય છે. તેનો અર્થ એ છે કે સૂંઠ પોષક તત્વો અને કેલેરીના મામલે વધુ કેન્દ્રિત છે, કેમ કે આમાં પાણીનું પ્રમાણ ઓછુ હોય છે.

તાજુ આદુ વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગનીઝનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જેમાં જિંજરોલ અને શોગોલ જેવા એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે, જેમાં સોજારોધી ગુણ હોય છે. બીજી તરફ સૂંઠ આયર્ન અને આહાર ફાઈબરનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. આમાં તાજા આદુની તુલનામાં જિંજરોલ અને શોગોલનું સ્તર વધુ હોય છે.

સ્વાસ્થ્ય ફાયદા

તાજુ અને સૂકાયેલુ આદુ બંનેના ઘણા ફાયદા છે.

તાજુ આદુ

ઉબકા અને ઉલટીથી રાહત આપે છે. તાજુ આદુ ઉબકા અને ઉલટીને ઘટાડવા માટે જાણીતુ છે. ખાસ કરીને ગર્ભાવસ્થા કે કીમોથેરેપી દરમિયાન. 

સોજા રોધી ગુણ

તાજા આદુમાં સોજારોધી ગુણ હોય છે, જે ઓસ્ટિયોઆર્થરાઈટિસ અને રૂમેટીઈડ ગઠિયા જેવી સ્થિતિઓ માટે ફાયદાકારક હોય છે. 

પાચનમાં સુધારો

તાજા આદુમાં એન્જાઈમ હોય છે જે પાચનમાં મદદ કરે છે અને સોજો, ગેસ અને કબજિયાતમાંથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે.

રોગ પ્રતિકારક શક્તિને વધારે છે

તાજા આદુમાં એન્ટીઓક્સિડેન્ટનું ઉચ્ચ સ્તર રોગ પ્રતિકારક શક્તિને વધારવા અને બીમારીઓથી બચાવવામાં મદદ કરી શકે છે.

માસિક ધર્મના દુખાવાને ઘટાડે છે

રિસર્ચ અનુસાર તાજા આદુનું સેવન માસિક ધર્મના દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે.

સૂકુ આદુ

શરદી અને ફ્લૂના લક્ષણોથી રાહત અપાવે છે

ગળાની ખારાશ અને ખાંસીમાં આરામ માટે સૂકા આદુનો ઉપયોગ ઘણી વખત આદુની ચા બનાવવા માટે કરવામાં આવે છે.

સોજા રોધી ગુણ

સૂંઠ શરીરમાં સોજાને ઘટાડવા માટે ઉપયોગી છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

સૂંઠમાં હાજર ફાઈબર કેલેરી સેવનને ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. બ્લગ શુગર લેવલને નિયંત્રિત કરે છે. અભ્યાસો અનુસાર સૂંઠ ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

દુખાવાથી રાહત અપાવે છે

સૂંઠનો સોજા રોધી ગુણ માથાનો દુખાવો, માંસપેશીઓમાં દુખાવો અને માસિક ધર્મના દુખાવા માટે એક લોકપ્રિય ઉપાય છે.

Tags :