Get The App

દરરોજ પાલકનો જ્યુસ પીવાથી થશે ચમત્કારી ફાયદાઓ

- પાલકમાં રહેલા પોષકતત્ત્વો શારીરિક વિકામ માટે ખૂબ જ ફાયદાકારક છે

- જાણો, પાલકના જ્યુસના સ્વાસ્થ્યવર્ધક ગુણો વિશે

Updated: Dec 13th, 2017

GS TEAM


Google News
Google News
દરરોજ પાલકનો જ્યુસ પીવાથી થશે ચમત્કારી ફાયદાઓ 1 - image
અમદાવાદ, તા. 13 ડિસેમ્બર 2017, બુધવાર
 
પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધા પોષકતત્વો રહેલા હોય છે. મિનરલ્સ, વિટામિન અને બીજા કેટલાય ન્યૂટ્રીયન્ટ્સથી ભરપૂર પાલક એક સુપર-ફૂડ છે. પાલકમાં વિટામિન એ, સી, ઇ, કે અને બી કૉમ્પ્લેક્સ સારા પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં મેગેનીઝ, કેરોટીન, આયર્ન, આયોડીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફૉસ્ફોરસ અને આવશ્યક એમિનો એસિડ પણ હોય છે. 
 
સામાન્ય રીતે લોકો પાલકનું શાક બનાવીને અથવા તો પરાઠા તરીકે ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ જો તમે પાલકનો ફાયદો મેળવવા ઇચ્છો છો તો પાલકનો જ્યુસ બનાવીને પીવું તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. 
 
જાણો, પાલકનો જ્યુસ બનાવવાના ફાયદા...
 
- પાલકના જ્યુસમાં એન્ટી-ઑક્સીડેન્ટ્સ મળી આવે છે. જે ત્વચાની કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ તેના સેવનથી ચહેરા પર ગ્લો આવે છે. 
 
- પાલકમાં વિટામિન સારા પ્રમાણમાં હોય છે. જેથી પાલકનો જ્યુસ પીવાથી હાડકાં મજબૂત થાય છે. 
- પાચનક્રિયાને તંદુરસ્ત રાખવા માટે પણ પાલકનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. આ શરીરના વિષાક્ત પદાર્થોને બહાર નિકાળવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તમને કબજિયાતની સમસ્યા છે તો પણ પાલકનો જ્યુસ તમારા માટે ફાયદાકારક રહેશે. 
 
- જો તમને ચામડીને સંબંધિત કોઇ સમસ્યા છે તો પાલકનો જ્યુસ તમારા માટે ફાયદાકારક રહેશે. પાલકનો જ્યુસ પીવાથી ત્વચામાં નિખાર આવે છે. પાલકનો જ્યુસ વાળની સુંદરતા માટે પણ ફાયદાકારક છે. 
 
- ગર્ભવતી મહિલાઓ માટે પણ પાલકનો જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. પાલકનો જ્યુસ પીવાથી ગર્ભવતી મહિલાના શરીરમાં આયર્નની ઉણપ દૂર થઇ જાય છે. 
 
- કેટલાય અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પાલકમાં રહેલ કેરોટીન અને ક્લોરોફિલ કેન્સરથી બચવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત આંખોની રોશની માટે પણ ખૂબ જ ઉપયોગી છે. 
 
પાલકનો જ્યુસ બનાવવાની રીત : 
પાલકનો જ્યુસ બનાવવા માટે પાલક અને ફુદીનાના પાનને ધોઇને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં પાણી, શેકેલું જીરું, મરી પાઉડર અને લીંબૂ મિક્સ કરો. પાલકનો જ્યુસ પીવા માટે તૈયાર છે. 
Tags :