Health
દિવસના 8 ગ્લાસ પાણી શરીર માટે જરૂરી પણ સાથે જ જરૂરી છે યોગ્ય સમયે પીવું
By GS Team
10 Jul 20192 mins read
This article was originally published on 10 Jul 2019

અમદાવાદ, 10 જુલાઈ 2019, બુધવાર
પૃથ્વી પર જે જીવિત છે તેના માટે પાણી અતિ આવશ્યક તત્વ છે. પાણી વિના જીવન શક્ય જ નથી. પાણી જરૂરી હોવાની વાત સાથે એ વાત પણ અનેકવાર સાંભળવા મળે છે કે દિવસના 8થી 10 ગ્લાસ પાણી પીવું જ જોઈએ. આ વાત તો એકદમ સાચી છે પરંતુ એ વાત પણ જાણવી જરૂરી છે કે પાણી યોગ્ય સમયે પીવામાં આવે. જી હાં પાણી પીવાનો પણ યોગ્ય સમય હોય છે. યોગ્ય સમયે પાણી પીવાથી શરીરને લાભ થાય છે.
યોગ્ય સમયે પાણી પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. લોકો શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે જીમમાં હજારો રૂપિયા ખર્ચે છે, હેલ્ધી ડાયટ ફોલો કરે છે. પરંતુ આ વસ્તુઓ કરતાં પણ વધારે જરૂરી છે પાણી પીવાની યોગ્ય રીતને ફોલો કરવી. તો ચાલો આજે જાણો કે કયા કયા સમયે પાણી પીવાથી શરીરને લાભ થાય છે.
1. સવારે ઊંઘમાંથી જાગ્યા બાદ શરીરમાંથી બધા જ ટોક્સિંસ ફ્લશઆઉટ થાય છે. તેનાથી પાચન અને યૂરિનરી ટ્રેક્ટ સારું રહે છે. તેનાથી શરીર પણ હાઈડ્રેટેડ રહે છે.
2. વર્કઆઉટ કરો તે પહેલા અને પછી પીણી અચૂક પીવું. કારણ કે વર્કઆઉટ કરવાથી પરસેવો થાય છે અને શરીર ડિહાઈડ્રેટેડ થઈ જાય છે તેથી શરીરને એનર્જીની જરૂર પડે છે.
3. ભોજન કર્યા બાદ અડધી કલાક પછી પાણી પીવું જોઈએ. તેનાથી ભોજન સરળતાથી પચી જાય છે. આ રીતે પાણી પીવાથી શરીરનું પાચનતંત્ર સારી રીતે ચાલે છે.




