For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખાંડના બદલે ગોળની ચા પીવો, થશે ગજબના ફાયદા, આવો જાણીએ

ખાંડની તુલનામાં ગોળમાં કેટલાક પોષક તત્વો રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે

ગોળનો ઉપયોગ કરી ચા પીવાથી વજન કન્ટ્રોલમાં રહે છે

Updated: Sep 30th, 2023

ખાંડના બદલે ગોળની ચા પીવો, થશે ગજબના ફાયદા, આવો જાણીએ
Image Twitter 

તા. 30 સપ્ટેમ્બર 2023, શુક્રવાર 

સામાન્ય રીતે આપણે દરેક લોકો ચા માં ખાંડ ( jaggery tea) નાખતા હોઈએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે ચા માં ખાંડની જગ્યાએ ગોળ (jaggery tea) નો ઉપયોગ કરી શકાય છે. ખાંડની તુલનામાં ગોળમાં કેટલાક પોષક તત્વો રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. ગોળનો ઉપયોગ કરી ચા પીવાથી વજન કન્ટ્રોલ ( Weight control) માં રહે છે, પાચનતંત્ર મજબુત બને છે, શરીરમાં ઉર્જા રહે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જો નિયમિત રીતે ચામાં ગોળનો ઉપયોગ કરવામાં આવે તો કેટલાય લાભ મળે છે.

પાચનતંત્ર મજબૂત બને છે

ગોળની ચા પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને શરીર માટે લાભકારી રહે છે. નિયમિત સેવન કરવાથી પાચન સંબધિત કેટલીક સમસ્યામાંથી છુટકારો મળે છે. આ ઉપરાંત એસીલીટીમાં પણ ફાયદો થાય છે. ગોળમાં મળતા ફ્રિક્ટોઝ અને ફાઈબર  સરળતાથી પચી જાય છે અને પેટને હલકુ રાખે છે. 

એનીમિયામાં રાહત મળે છે

એનીમીયા એક એવી સ્થિતિ છે જે શરીરમાં લોહી ઘટી જાય છે. ગોળમાં આયરન, મેગ્નેશિયમ, મેગેનીઝ અને ઝિંક (minerals, iron, magnesium, manganese and zinc ) જેવા ખનીજ તત્વો રહેલા છે. આ ખનીજ તત્વો એનીમિયામાં ઓછા થતા લોહીના ઘટકોની ઘટને પુરી કરવામાં મદદ કરે છે. આ સિવાય ગોળની ચા એનીમિયાના કારણે આવેલી કમજોરી અને થાક દુર કરવામાં મદદ કરે છે. 

Article Content Image

વજન ઘટાડવામાં મદદ કરે છે

ચામાં ગોળનો ઉપયોગ કરવાથી વજન ઓછુ થાય છે. ગોળમાં આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ,  મેગેનીઝ, મેટાબોલિજ્મ અને ઝિંક જેવા ખનીજ તત્વો રહેલા હોવાથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. ગોળની ચા પીવાથી પેટ ભરેલુ રહે છે અને ભૂખ ઓછી લાગે છે. આ પાચચનતંત્રને તંદુરસ્ત રાખે છે અને વજનને નિયંત્રણમાં રાખે છે. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 

Gujarat