જાણો Dengue થી બચવા શું કરવું અને શું નહીં
નવી દિલ્હી, 25 જુલાઈ 2019, ગુરુવાર
મચ્છર કરડવાથી થતી બીમારી ડેંગૂ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને એકવાર આ બીમારી થઈ હોય અને ફરીવાર જો તેમને આ તાવ લાગૂ પડે તો તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. જો કે આ બીમારી થાય અને ત્યારબાદ તેની સારવાર લેવી પડે તેવી સ્થિતી જ ન સર્જાય તેવા પગલા અગમચેતીના ભાગરૂપે લેવા જોઈએ. કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વ્યક્તિ ડેંગૂ બીમારીથી બચી શકે છે. તો ચાલો તમને પણ જણાવીએ એવા ઉપાયો વિશે જે વ્યક્તિને આ બીમારીથી બચાવી શકે છે અને તેને થતા પણ અટકાવી શકે છે.
1. મોસ્કિટો રિપેલન્ટનો ઉપયોગ કરો. આજકાલ તો તે સ્પ્ર તેમજ ક્રીમ તરીકે સરળતાથી મળી રહે છે.
2. ઘરની બારીઓમાં નેટ લગાવી રાખવી અને દરવાજા ખુલ્લા ન રાખવા.
3. સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અથવા કોઈલ લગાવવી.
4. તાવ આવે તો તુરંત ડોક્ટર પાસે ચેકઅપ માટે જવું.
5. ખોરાકનું ખાસ ધ્યાન રાખો જેથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે.
શું ન કરવું
1. ઘરની આસપાસ કોઈ વસ્તુ કે ખાડામાં પાણી એકઠું ન થવા દેવું.
2. પાણી એકઠું થતું હોય તેવા સ્થાન પર બાળકોને રમવાની મનાઈ કરો.
3. ડેંગૂથી પીડિત વ્યક્તિને મળતી વખતે માસ્ક પહેરવું અને તેને સ્પર્શ ન કરો.
4. કૂલરની સફાઈ કર્યા બાદ જ તેમાં પાણી ભરો.
5. જ્યાં ડેંગૂ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય તેવી જગ્યાએ જવાનું ટાળો.
ડેંગૂ થવાથી પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટી જાય છે. આ સમયે માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વધી જાય છે. તેવામાં પપૈયાના પાનનો રસ પીવાથી લાભ થાય છે. આ પાનનો રસ પ્લેટલેટ્સની સંખ્યા વધારે છે. પપૈયામાં અલ્કલોઈડ, પેપૈન જેવા મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે જે શરીરની રોગપ્રતિકાર શક્તિને વધારે છે. તેના માટે પપૈયાના 5થી 10 તાજા પાન લેવા અને તેને સારી રીતે ધોઈ અને તેને ક્રશ કરી રસ બનાવી લેવો. આ રસને બારીક કપડાથી ગાળી અને ઉપયોગમાં લેવો.