ગરમીમાં નસકોરી ફુટવાની સમસ્યાથી ઘબરાશો નહીં, આ આસાન ઉપાયો કરી રાહત મેળવો
નસકોરી ફુટવા પર માથામાં ઠંડુ પાણી નાખવાથી નાકમાંથી લોહી આવતું બંધ થાય છે.
આશરે 15-20 ગ્રામ ગુલકંદ સવાર-સાંજ દૂધ સાથે ખાવાથી નાકમાંથી લોહી નીકળવાની બીમારીમાથી કાયમ માટે છુટકારો મળી જશે.
Image Envato |
તા. 19 મે 2023, શુક્રવાર
દેશભરમા અત્યારે અસહ્ય ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે ત્યા કેટલાક લોકોને લૂ લાગવી, માથામાં દુખાવો થવો, તાવ આવવો જેવી અનેક સમસ્યાઓ થતી હોય છે તેમા વધારે ગરમીના કારણે કેટલાક લોકોને નસકોરી ફુટવાની સમસ્યા થતી હોય છે જેમાં નાકમાંથી લોહી નીકળે છે. ડોક્ટરોની ભાષામાં તેને એપિસ્ટેક્સ (epistaxes) તરીકે ઓળખવામાં આવે છે.
નાકની અંદર ઘણી નાની રક્તવાહિનીઓ હોય છે અને તે શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ છે. જ્યારે આ નળીઓ કડક થઈ જાય છે, ત્યારે નાકમાંથી લોહી (nosebleed) વહેવા લાગે છે. જેને આપણે સામાન્ય ભાષામાં નસકોરી ફુટી ગઈ તેવુ કહેતા હોઈએ છીએ.
ગરમ મસાલાવાળા ખોરાક વધારે પ્રમાણમાં લેવાથી આ પ્રકારની સમસ્યા થાય છે
વધારે ગરમીના કારણે કેટલાક લોકોને નાકમાથી સતત લોહી નિકળવા લાગે છે.જેને આપણે સામાન્ય ભાષામાં નસકોરી ફુટી ગઈ તેવુ કહેતા હોઈએ છીએ. અને ડોક્ટરોના કહેવા પ્રમાણે લોકો ગરમ પ્રકારની વસ્તુઓ ખાતા હોવાથી આ પ્રકારની સમસ્યા થતી હોય છે.
આ વારંવાર આ પ્રક્રિયા થતી હોય તો યોગ્ય નથી.
નાકની અંદર ઘણી નાની રક્તવાહિનીઓ હોય છે અને તે શરીરનો સૌથી સંવેદનશીલ ભાગ છે. જ્યારે આ નળીઓ કડક થઈ જાય છે, ત્યારે નાકમાંથી લોહી (nosebleed) વહેવા લાગે છે. પરંતુ આ વારંવાર આ પ્રક્રિયા થતી હોય તો યોગ્ય નથી. તેથી જો સતત આ રીતે થતુ હોય તો તેનો ઈલાજ કરાવવો જોઈએ.
નાકમાંથી રક્તસ્રાવ બંધ કરવાના ઘરગથ્થુ ઉપચાર
- 1. નસકોરી ફુટવા પર માથામાં ઠંડુ પાણી નાખવાથી નાકમાંથી લોહી આવતું બંધ થાય છે.
- 2. નસકોરી ફુટવા સમયે નાકમાંથી લોહી નીકળતું હોય ત્યારે નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવો જોઈએ.
- 3. ડુંગળીને કાપી તેને નાક પાસે રાખી સૂંઘવાથી નાકમાંથી આવતું લોહી બંધ થઈ જાય છે.
- 4. નાકમાંથી લોહી વહેતુ હોય ત્યારે માથું આગળ નમેલું રાખવુ.
- 5. બેલના પાનનો રસ કરી પાણી સાથે લેવાથી ફાયદો થશે
- 6. અત્યારે ગરમીમાં સફરજનના મુરબ્બામાં એલચી નાખીને ખાવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે.
- 7. બેલના પાનને પાણીમાં ઉકાળીને તેમાં સાકર કે પતાશા નાખીને પીવાથી રક્તસ્રાવ બંધ થાય છે.
- 8. વધારે પડતા તડકાના કારણે નાકમાંથી લોહી નીકળતું હોય તો માથા પર ઠંડુ પાણી નાખવાથી નાકમાંથી લોહી આવતું બંધ થાય છે.
- 9. નસકોરી ફુટવાથી લોહી નીકળતું હોય તો બરફને કપડામાં લપેટીને દર્દીના નાક પર રાખવાથી પણ લોહી નીકળવાનું બંધ થઈ જશે.
- 10. આશરે 15-20 ગ્રામ ગુલકંદ સવાર-સાંજ દૂધ સાથે ખાવાથી નાકમાંથી લોહી નીકળવાની બીમારીમાથી કાયમ માટે છુટકારો મળી જશે.