શું ઉપવાસ કરવાથી પેટની ચરબી ઘટે છે? જાણો શું છે હકીકત
Image Source: Freepik
અમદાવાદ, તા. 22 ઓગસ્ટ 2023 મંગળવાર
ઉપવાસ કરવાનું ચલણ આજકાલ ખૂબ વધી ગયુ છે. વજન ઘટાડવા માટે આ એક પ્રમુખ રીત બની ચૂકી છે. આની પાછળ વિજ્ઞાન પણ છે અને ઘણા અભ્યાસ આને સમર્થન પણ કરે છે પરંતુ સીમિત સમય માટે કરવામાં આવેલા ઉપવાસ સામાન્ય રીતે સાચા માનવામાં આવે છે. લાંબા સમય સુધી ફાસ્ટિંગથી શરીરમાં પોષક તત્વોની ઉણપ અને શરીરને નુકસાન થઈ શકે છે. ફાસ્ટિંગથી બ્લડ શુગર લેવલ, બીપી અને કોલેસ્ટ્રોલ લેવલ અસર થઈ શકે છે. ફાસ્ટિંગ કરતી વખતે પૂરતા પ્રમાણમાં પાણી પીવુ જરૂરી છે આનાથી ડિહાઈડ્રેશન થશે નહીં.
લાંબા સમય સુધી ફાસ્ટિંગથી શરીરની ફેટ ઘટી શકે છે પરંતુ આ પ્રભાવ લઘુતમ છે. જ્યારે ફરીથી જમશો ત્યારે ફેટ વધી જશે. ફાસ્ટિંગથી શરીરનું કુલ વજન તો ઘટી શકે છે પરંતુ આ ખાસ રીતે ફેટને ઘટાડશે નહીં, ફાસ્ટિંગની સાથે તમને નિયમિત કસરત અને કેલેરી કંટ્રોલ જરૂરી છે. માત્ર ફાસ્ટિંગથી જ શરીર પર અસર પડશે એવુ નથી. ફાસ્ટિંગથી મેટાબોલિઝ્મ તો વધી શકે છે પરંતુ આ ફેટ લોસ કરવાની સાચી રીત નથી.
શોર્ટ ટર્મમાં વજન ઘટાડવો
શરૂઆતી સમયમાં ઉપવાસથી વજન ઝડપથી ઘટી શકે છે પરંતુ આ મોટાભાગે પાણીનું વજન હોય છે. ફાસ્ટિંગ બાદ વજન ઘટાડવુ સ્થિર હોઈ શકે છે કે ફરીથી વધી શકે છે. જ્યારે આપણે જમીએ છીએ તો વધુ એનર્જી શરીરમાં ગ્લાઈકોજેન તરીકે જમા થઈ જાય છે. આ ગ્લાઈકોજેન આપણા લિવર અને માંસપેશીઓમાં સંગ્રહીત થાય છે. જ્યારે તમે ઉપવાસ કરો છો, શરીર પહેલા આ ગ્લાઈકોજેનનો ઉર્જા તરીકે ઉપયોગ કરે છે. જ્યારે ગ્લાઈકોજેનનો સ્ટોર્સ પૂરો થઈ જાય છે, તો શરીર ફેટ સ્ટોર્સને ઉર્જા માટે ઉપયોગ કરવાનું શરૂ કરે છે. આ કારણ છે કે લાંબા સમય સુધી ઉપવાસ કરવાથી વજન ઓછો થાય છે પરંતુ આ રીત યોગ્ય માનવામાં આવતી નથી.
જાણો રિસર્ચ શું કહે છે
રિસર્ચ અનુસાર લાંબા સમય સુધી ફાસ્ટિંગ કરવા પર શરીરના ફેટમાં થોડો ઘટાડો થઈ શકે છે તેમ છતાં ફેટ લોસ માટે નિયમિત રીતે ફાસ્ટિંગની સાથે કસરત અને કેલેરી કંટ્રોલ કરવી જરૂરી છે.