Rx, BT...જાણો, ડૉક્ટર શું લખે છે પ્રિસ્ક્રિપ્શનમાં
તમે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઘણાવીર જોયું હશે. જેને જોઈને આપણે એવું જ કહીએ છીએ કે એમના અક્ષરો તો એ જ વાંચી શકે અથવા દવાવાળો વાંચી શકે. જો કે તેમાં bid, qid, qd, bd, bt જેવાં શબ્દો લખેલાં હોય છે. આજે અહીં તે કોડનો શું અર્થ થાય તેની વાત કરીશું.
AC લેટિન શબ્દ ante cibumનું સંક્ષિપ્ત રૂપ છે જેનો અર્થ ભોજન પહેલા એવો થાય છે.
Rx લેટિન શબ્દ recipereનું શોર્ટફોર્મ છે, જેનો અર્થ લેવું એવો થાય છે.
BT અંગ્રેજી Bedtimeનું શોર્ટફોર્મ છે, એટલે કે સૂતી વખતે.
q લેટિન શબ્દ Quaqueનું શોર્ટફોર્મ છે, જેનો અર્થ પ્રત્યેક છે.
qD લેટિન શબ્દ quaque dieનું શોર્ટફોર્મ છે, જેનો અર્થ રોજે થાય છે.
qOD લેટિન શબ્દ quaque altera dieનું શોર્ટફોર્મ છે, એટલે કે એક દિવસ છોડીને લેવી.
qH લેટિન શબ્દ Quaque horaનું શોર્ટફોર્મ છે, એટલે કે દર કલાકે.
BBF અંગ્રેજી શબ્દ Before Breakfastનું શોર્ટફોર્મ છે, જેનો અર્થ નાસ્તો કર્યાં પહેલા થાય છે.
S લેટિન શબ્દ sineનું શોર્ટફોર્મ છે, જેનો અર્થ 'ના વિના' થાય છે.
C લેટિન શબ્દ Cumનું શોર્ટફોર્મ છે, જેનો અર્થ 'ની સાથે' થાય છે.
SOSનો અર્થ જરૂર પડે ત્યારે થાય છે.
QPનો અર્થ રોજ રાતે થાય છે.
TID લેટિન શબ્દ ter in dieનું શોર્ટફોર્મ છે, જેનો અર્થ દિવસમાં ત્રણવાર લેવી એવો થાય છે.