Get The App

શું તમે જાણો છો ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ કેમ આવે છે? જાણો તેનાથી બચવાના ઘરેલુ નુસ્ખા

Updated: Sep 5th, 2023

GS TEAM

Google News
Google News
શું તમે જાણો છો ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ કેમ આવે છે? જાણો તેનાથી બચવાના ઘરેલુ નુસ્ખા 1 - image


                                                    Image Source: Freepik

અમદાવાદ, તા. 05 સપ્ટેમ્બર 2023 મંગળવાર

ડુંગળીનો ઉપયોગ ભારતીય ભોજનમાં બેસિક ઈન્ગ્રેડિએન્ટ તરીકે કરવામાં આવે છે. લગભગ તમામ શાકભાજીઓ, દાળ વગેરે રેસિપીમાં ડુંગળીનો ઉપયોગ થતો જ હોય છે. ડુંગળીનો ઉપયોગ ભારતીય રસોડામાં ખૂબ થાય છે તેના વિના કદાચ જ કોઈ ચટપટી શાકભાજી બની શકે છે પરંતુ આ ભોજનને જેટલુ સ્વાદિષ્ટ બનાવે છે તેટલુ જ વધુ તે કાપતી વખતે રડાવે પણ છે. ડુંગળી કાપતી વખતે મોટાભાગના લોકોના આંખોમાં આંસુ આવવા લાગે છે. તેનું મુખ્ય કારણ ડુંગળી કાપતી વખતે સલ્ફર ગેસનું ઉત્સર્જન છે, જેના કારણે આંખોમાં આંસુ આવવા લાગે છે. 

ડુંગળીને પાણીમાં પલાળો

ડુંગળીને કાપ્યા પહેલા તેને પાણીમાં થોડા સમય માટે પલાળી દો. તેનાથી સલ્ફર ગેસનું પ્રમાણ ઓછુ થશે અને ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુ ઓછા આવશે.  

ડુંગળીને ફ્રીઝરમાં રાખો

ડુંગળીને કાપ્યા પહેલા તેને થોડા સમય સુધી ફ્રીઝરમાં રાખી દો. ઠંડકમાં રાખવાથી પણ સલ્ફર ગેસ ઓછો થાય છે અને ડુંગળી કાપતી વખતે આંખોમાં આંસુ આવતા નથી.

ડુંગળી પર વિનેગર લગાવી દો

ડુંગળી કાપવાના થોડા સમય પહેલા તેને વિનેગરમાં રાખો ત્યારબાદ તેને કાપો. વિનેગરમાં એસિડ હોય છે જે ડુંગળીમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડ્સને તોડી દે છે જેનાથી ડુંગળીની તીવ્રતા ઘટી જાય છે. વિનેગરમાં ડુંગળીને 15-20 મિનિટ માટે પલાળો.

એલર્જી ગોગલ્સ પહેરો

આંસુ આવે તો તેનાથી બચવા માટે ડુંગળી કાપતી વખતે એલર્જી ગોગલ્સ પહેરી શકો છો. આનાથી તમારી આંખોને સુરક્ષિત રાખવામાં મદદ મળશે. 

ચાકુ પર લીંબુ લગાવો

ડુંગળી કાપ્યા પહેલા ચાકુ પર લીંબુ લગાવી શકો છો. લીંબુમાં વિટામિન સી અને એસિડ હોય છે જે ડુંગળીમાંથી નીકળતા રસને ખતમ કરી દે છે. લીંબુનું એસિડ ડુંગળીમાં હાજર સલ્ફર કમ્પાઉન્ડ્સને નષ્ટ કરી દે છે જે આંસુ લાવવા માટે જવાબદાર હોય છે.

Tags :