હાર્ટ એટેક આવતા જ તાત્કાલિક કરો આ કામ, બચી શકે છે જીવ

Updated: Sep 14th, 2023


Google NewsGoogle News
હાર્ટ એટેક આવતા જ તાત્કાલિક કરો આ કામ, બચી શકે છે જીવ 1 - image

Source: Freepik

- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2019માં સીવીડીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1.79 કરોડ હતી

નવી દિલ્હી, તા. 14 સપ્ટેમ્બર 2023, ગુરૂવાર

હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે હૃદયના સ્નાયુના એક ભાગમાં લોહી પહોંચવાનું બંધ થઈ જાય છે. સામાન્ય રીતે લોહીની ગાંઠ થવા લાગે છે.

હાઈ બીપી, ધૂમ્રપાન અને હાઈ કોલેસ્ટ્રોલની સાથે-સાથે લાઈફસ્ટાઈલ સાથે સબંધિત અનેક એવા કારણ છે જેના કારણે હાર્ટ એટેક આવે છે. જેમ કે, ધૂમ્રપાન કરવાથી દિલની આર્ટરી અને નસોને ભારે નુકશાન થાય છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની ધમનીઓમાં ઘણી સમસ્યાઓ થાય છે. આ બધા સિવાય પણ એવા ઘણા કારણો છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે.  હાર્ટ એટેક દરમિયાન દુખાવો જે છાતીની મધ્યમાં દબાણ, જકડાઈ, સ્ક્વિઝિંગ અથવા ભારેપણું જેવું લાગે છે.

દુખાવો અથવા અસુવિધા જે હાથ (સામાન્ય રીતે ડાબો હાથ), ગરદન, જડબા, ખભાના બ્લેડ, પીઠ અથવા તો પેટ સુધી ફેલાય છે. શ્વાસ લેવામાં તકલીફ થાય છે અથવા ઝડપી શ્વાસ લેવાય છે.

હાર્ટ એટેક દરમિયાન ખૂબ જ પરસેવો, ઘણીવાર ઠંડી અને ચીકણી ત્વચા સાથે ચક્કર આવવા. અતિશય થાક લાગે છે. આ દરમિયાન જો તમને પલ્સ ન મળે તો તાત્કાલિક CPR શરૂ કરી દેવું. જ્યારે વ્યક્તિ શ્વાસ ન લઈ રહ્યું હોય હોય અથવા માત્ર હાંફી રહ્યું હોય તો તરત જ CPR શરૂ કરવું મહત્વપૂર્ણ છે. CPR હૃદય અને મગજ સુધી ઓક્સિજન અને રક્ત પંપ કરવા માટે બચાવ કરીને શ્વાસ અને છાતીને દબાવવાનો ઉપયોગ કરે છે.

સૌથી જરૂરી વાત એ છે કે, દિલની બીમારી (સીવીડી) વિશ્વભરમાં પ્રમુખ કારણોમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે વર્ષ 2019માં સીવીડીથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 1.79 કરોડ હતી. જેમાંથી 85% મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે થયા હતા. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જર્નલના જણાવ્યા પ્રમાણે ભારતમાં સીવીડીથી થતા મોતની સંખ્યા 1990માં 22.6 લાખથી વધીને 2020માં 47.7 લાખ થઈ ગઈ છે.

હાર્ટ એટેક આવતા જ કરો આ કામ

જો તમને નજર આવે કે, તમારી નજીક કોઈ વ્યક્તિ શ્વાસ લેવા માટે હાંફી રહ્યું તો સૌથી પહેલા તમારે તેની નાડી ચેક કરવાની જરૂર છે. નાડીની તપાસ કર્યા બાદ એક રીત એ છે કે, વ્યક્તિનું કાંડુ અથવા ગરદન પર બે આંગળીઓ રાખવી અને એક મજબૂત તથા એક સ્થિત ધબકારો અનુભવવો. તમારા કાનને વ્યક્તિની છાતી પર રાખીને હૃદયના ધબકારા તપાસવા. જો તમે પલ્સ શોધી શકતા નથી અથવા વ્યક્તિ શ્વાસ નથી લઈ તો તમારે તાત્કાલિક કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) શરૂ કરવું જરૂરી છે.


Google NewsGoogle News