Get The App

શરીરમાં દેખાતા આ લક્ષણોને અવગણતા નહીં, હાડકા કમજોર હોવાના છે સંકેત

Updated: Aug 17th, 2023

GS TEAM


Google News
Google News
શરીરમાં દેખાતા આ લક્ષણોને અવગણતા નહીં, હાડકા કમજોર હોવાના છે સંકેત 1 - image


                                                          Image Source: Freepik

અમદાવાદ, તા. 17 ઓગસ્ટ 2023 ગુરૂવાર

મજબૂત હાડકા તમારા આરોગ્ય અને સારી લાઈફસ્ટાઈલની ઓળખ હોય છે. મજબૂત હાડકા આપણા શરીરની સરંચનાને સુંદર દર્શાવવાની સાથે-સાથે આપણા ઓર્ગનનું રક્ષણ પણ કરે છે. જોકે, જેમ-જેમ આપણી ઉંમર વધે છે, આપણા હાડકાઓની પહોળાઈ ધીમે-ધીમે ઘટવા લાગે છે, જેના કારણે તેમાં ફ્રેક્ચર અને તૂટવાની શક્યતા વધી જાય છે. હાડકાની કમજોરી કે ઓસ્ટિયોપોરોસિસ એક એવી સ્થિતિ છે જ્યારે હાડકાની અંદરનું લિક્વિડ ઘટવા લાગે છે. જેના કારણે હાડકાઓ કમજોર થવા લાગે છે.

વારંવાર ફ્રેક્ચર

કમજોર હાડકાઓના સૌથી સરળતાથી દેખાતા લક્ષણો પૈકીનું એક છે સામાન્ય ઈજા કે પડવાથી વારંવાર ફ્રેક્ચર થવુ કે તૂટવુ. કમજોર હાડકા ધરાવતા વ્યક્તિઓનું ફ્રેક્ચર સરળતાથી થઈ શકે છે અને આ ઈજાને સાજી થવામાં અપેક્ષા કરતા વધુ સમય લાગી શકે છે.  

ઊંચાઈ ઘટવી

સમય સાથે હાડકા સંકોચાવા લાગે છે અને જેના કારણે હાડકાની પહોળાઈ ઓછી થઈ જાય છે. કરોડરજ્જુના હાડકામાં કરોડરજ્જુ સંકોચાઈ શકે છે, જેનાથી ઊંચાઈમાં ઘટાડો આવી શકે છે. જો તમને તમારી ઊંચાઈ ઘટી રહી હોય તેવુ લાગી રહ્યુ હોય તો પોતાના હાડકાના આરોગ્યની સારસંભાળ શરૂ કરી દેવી જોઈએ. 

પીઠનો દુખાવો

સતત પીઠનો દુખાવો, ખાસ કરીને મધ્ય કે નીચલી પીઠમાં, કમજોર હાડકાઓનો એક ચેતવણી સંકેત હોઈ શકે છે. કરોડરજ્જુના હાડકા પોતાની તાકાત ગુમાવી બેસે છે, તેનાથી કરોડરજ્જુમાં ફ્રેક્ચર થઈ શકે છે, જેનાથી પરિણામસ્વરૂપ ક્રોનિક દુખાવો અને સીમિત ગતિશીલતા થઈ શકે છે. દુખાવાના કારણની ઓળખ કરવી અને તેનુ તાત્કાલિક સમાધાન કરવાથી આગળની જટિલતાઓને રોકવામાં મદદ મળી શકે છે. 

તૂટેલા નખ

તમારા નખનું આરોગ્ય તમારા હાડકાઓના આરોગ્ય વિશે જાણકારી આપી શકે છે. કમજોર અને બરડ નખ કેલ્શિયમ અને વિટામિન ડી જેવા જરૂરી ખનીજોની ઉણપનો સંકેત આપી શકે છે. જે હાડકાઓની મજબૂતી માટે મહત્વપૂર્ણ છે. પોતાના નખની સ્થિતિ પર ધ્યાન આપવાથી તમે પોષણ સંબંધિત ઉણપને દૂર કરી શકો છો, જે તમારા હાડકાના આરોગ્યને અસર કરી શકે છે.

પેઢાનું સંકોચાઈ જવુ

જે રીતે હાડકા કમજોર થઈ શકે છે, તે જ રીતે જડબાના હાડકા પણ કમજોર થઈ શકે છે. સંકોચાતા પેઢા કે ઢીલા દાંત કમજોર જડબાના હાડકાનો સંકેત આપે છે. તે પેરિયોડોંટલ બીમારી કે જડબામાં હાડકાના ઘનત્વમાં ઉણપના પરિણામસ્વરૂપ હોઈ શકે છે. સારી મૌખિક સ્વચ્છતા જાળવી રાખવા અને કોઈ પણ દાંતની સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવાથી જડબાના હાડકાના આરોગ્યને જાળવી રાખવામાં મદદ મળી શકે છે.

નબળી મુદ્રા

જો તમે પોતાને ઝુકેલા અનુભવો છો કે યોગ્ય પોઝિશન જાળવી રાખવામાં તકલીફ અનુભવો છો તો આ હાડકાની કમજોરી સાથે જોડાયેલુ હોઈ શકે છે. કમજોર હાડકા કરોડરજ્જુના હાડકાની ગોઠવણીને અસર કરી શકે છે, જેનાથી મુદ્રામાં પરિવર્તન થઈ શકે છે અને ફ્રેક્ચર અને કરોડરજ્જુમાં વિકૃતિનું જોખમ વધી શકે છે. મુખ્ય શક્તિ અને મુદ્રાને પ્રોત્સાહન આપનાર કસરતનો અભ્યાસ તમારા હાડકાઓ પર તણાવને ઘટાડવામાં મદદ કરી શકે છે. 

પકડ શક્તિમાં ઘટાડો

પકડ શક્તિમાં ઘટાડો હાથ અને કાંડાના હાડકાઓના કમજોર થવાનો એક સૂક્ષ્મ સંકેત હોઈ શકે છે. જોકે આ માટે ઉંમર વધવા અને માંસપેશીઓની કમજોરી જેવા વિભિન્ન કારકોને જવાબદાર ઠેરવી શકાય છે.

Tags :