Health

જાણો માસિક સમયે કઈ કઈ વસ્તુઓથી રહેવું દૂર, ખોરાકમાં કેવી રાખવી સાવધાની

By GS Team
2 Jul 20192 mins read
This article was originally published on 2 Jul 2019
જાણો માસિક સમયે કઈ કઈ વસ્તુઓથી રહેવું દૂર, ખોરાકમાં કેવી રાખવી સાવધાની

અમદાવાદ, 2 જુલાઈ 2019, મંગળવાર

માસિક સમયે મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે અને તેના કારણે તેમને માસિકના દિવસો દરમિયાન કેટલીક સમસ્યાઓ પણ થતી હોય છે. જો કે મોટાભાગે મહિલાઓને એ વાતનો ખ્યાલ જ નથી હોતો કે તેમણે માસિક સમયે સ્વાસ્થ્યને સારું રાખવા માટે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. 

- માસિક સમયે હોર્મોન્સમાં ફેરફાર થતા હોય છે તેથી મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ચિડિયાપણું અનુભવે છે, કેટલીક મહિલાઓ ગુસ્સો કરતી હોય છે, તો કેટલીક મહિલાઓ અકારણ જ આ દિવસો દરમિયાન ઉદાસ થઈ જતી હોય છે. આ સ્થિતીથી દૂર રહેવું જોઈએ. મન ઉદાસ થઈ જાય તો ફિલ્મ જોવાની આદત રાખો, જો કે ફિલ્મો પણ એવી જોવી કે જેનાથી મન પ્રફુલ્લિત થાય.

- મૂડ સારો રહે તે જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે કે માસિક દરમિયાન પૌષ્ટિક આહાર લેવામં આવે. પોષણયુક્ત આહારથી સ્વાસ્થ્ય સારું રહે છે અને શરીરમાં નબળાઈ પણ જણાતી નથી. માસિક દરમિયાન ભોજન કરવાની ઈચ્છા ન પણ થાય તો પણ ભૂખ્યા રહેવાની ભુલ કરવી નહીં. આમ કરવાથી શરીરમાં નબળાઈ આવી શકે છે. માસિક સમયે ચોકલેટ, કોફી, ચા વધારે પ્રમાણમાં લેવા નહીં. માસિક સમયે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણી, જ્યૂસ વધારે લેવા. માસિક સમયે વધારે નમકવાળી વસ્તુઓ પણ ખાવી નહીં. 

- માસિક સમયે યોગ કે સામાન્ય વોક કરવી યોગ્ય છે પરંતુ જીમમાં જઈ કસરત કરવી નહીં. શરીરને જોર પડે તેવી કસરત કરવી જોઈએ નહીં. 

- માસિક સમયે કમર, પેડુંમાં દુખાવો રહેતો હોય છે તેને દૂર કરવા દવા લેવાના બદલે હીટિંગ પેડથી શેક કરવો.

- માસિક સમયે ક્યારેય કપડા કે કપડાથી બનેલા પેડનો ઉપયોગ કરવો નહીં. તેનાથી ઈંફેકશન લાગી શકે છે. માસિક દરમિયાન પેડનો જ ઉપયોગ કરવો અને તેને પણ 5 કલાકે બદલી દેવું. 

- યોનિમાર્ગને સાબુથી સાફ ન કરવો, તેના માટે સાદા હુંફાળા પાણીનો જ ઉપયોગ કરવો જેથી બેક્ટેરિયા પણ દૂર થશે અને દુર્ગંધ પણ આવશે નહીં.