Get The App

આ રેલવે સ્ટેશન પર કસરત કરવાથી પ્લેટફોર્મ ટીકિટ મફત મળે છે ?

ફ્રિ ટીકિટ માટે મશીન સામે ૧૮૦ સેકન્ડમાં ૩૦ ઉઠ બેસ કરવી જરુરી

દિલ્હીના આનંદ વિહારમાં ફિટનેસ માટે નવો પ્રયોગ

Updated: Feb 22nd, 2020

GS TEAM

Google News
Google News


આ રેલવે સ્ટેશન પર કસરત  કરવાથી પ્લેટફોર્મ ટીકિટ મફત મળે છે ? 1 - image

નવી દિલ્હી, તા,૨૧ ફેબુ્આરી,૨૦૨૦,શુક્રવાર

દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર લોકોને ફિટનેસ માટે પ્રોત્સાહિત કરવાના હેતુંથી એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે જેમાં પ્લેટફોર્મ બહાર એક એકસરસાઇઝ મશીન ઇનસ્ટોલ કરવામાં આવ્યું છે. આ મશીન સામે ઉઠક બેઠકની કસરત કરવાથી પ્લેટફોર્મ ટિકટ ફ્રી મળે છે. ઉઠક બેઠકના કાઉન્ટ  મશીન આપમેળે ગણીને ફ્રિ પ્લેટફોર્મ ટીકિટ આપે છે. આમાં જો ૧૮૦ સેકન્ડમાં ૩૦ ઉઠ બેસ કરો તો પ્લેટફોર્મ ટીકિટ નિશુલ્ક મળી જાય છે.

ભારતમાં રેલવે પ્લેટફોર્મ ટિકટની કિમત ૧૦ રુપિયા કિંમત છે. સગા સંબંધીને ટ્રેનના ગેટ સુધી મુકવા જવા હોય કે લેવા જઇએ ત્યારે પ્લેટફોર્મ ટીકિટ વિના સ્ટેશનમાં દાખલ થવું ગુનો બને છે. આથી મશીન સામે કસરત કરો અને પ્લેટફોર્મ ટીકિટ મેળવો આ ભારતીય રેલવેનો એક નવતરપ્રયોગ છે.  ભારતમાં ભલે આ પ્રયોગ નવતર હોય પરંતુ મોસ્કોમાં સબ વે તરીકે ઓળખાતી ટીકિટ માટે ૩૦ રુપિયા રુબલ થાય છે. જો આ રુબલ બચાવવા હોયતો મશીન આ પ્રકારના કસરત મશીન ગોઠવવામાં આવ્યા છે.

સરેરાશ ભારતીયો પૈસાની બચત કરવાનો ગુણ ધરાવે છે પરંતુ એના માટે કસરતની મહેનત કરવાની કેટલી તસ્દી લે છે એ તો આવનારા સમયમાં જ જાણવા મળશે. આ રીતે દરેક રેલવે સ્ટેશન પર ફિટનેસ મશીન ગોઠવવામાં આવે તો લોકોમાં એકસરસાઇઝનું મહત્વ વધશે એમાં શંકાને સ્થાન નથી. આ માહિતી અંગેનો વીડિયો  રેલવેમંત્રી શેર કર્યો છે જેમાં એક વ્યકિત મશીન સામે કસરત કરતો જણાય છે. ફિટ ઇન્ડિયા પ્રોગ્રામને પ્રોત્સાહન આપવા રેલવે મંત્રાલયે જાગૃ્રતિ અભિયાન શરુ કર્યું છે તેના ભાગરુપે હોવાનું જણાવાયું છે.


Tags :