આ ટેકનિક ડાયાબિટીસના દર્દીને આપશે પીડા મુક્તિ
ડાયાબિટીસના દર્દીઓએ રોજે જાતજાતની તકલીફોમાંઓથી પસાર થવું પડે છે. આ લોકોએ ડાયાબિટીસની તપાસ માટે અસહનીય તપાસ માથી પસાર થવું પડે છે. જો કે હવે આગામી દિવસોમાં દર્દીઓને આમાંથી મુક્તિ મળી શકે છે.
તાજેતરમાં જ સ્વીડનની સંશોધકોએ એક એવો માઈક્રોનિડલ પેચ ડિઝાઈન કર્યો છે જેમાં તમે કોઈપણ પ્રકારના દુખાવા વિના ગ્લુકોઝના સ્તરની તપાસ કરી શકો છો. આ તપાસ વિશે એવું પણ કહેવાય છે કે આનાથી સતત તપાસ કરવામાં આવે તો શરીરમાંથી શર્કરાનું પ્રમાણ પણ ઓછું થઇ જાય છે. ડૉક્ટર્સ પણ આ દર્દીઓને આવી તપાસ કરાવવા માટે વારંવાર સમજાવે છે કારણકે આ એક એવી બીમારી છે જે એકવાર થઇ જાય પછી એને જડમુળથી મટાડવાનું લગભગ અશક્ય જ છે.
જો કે તેને યોગ્ય લાઈફસ્ટાઈલથી કંટ્રોલમાં રાખી શકાય છે. આ માઈક્રોનીડલ પેચ ડિઝાઇન કરનાર વૈજ્ઞાનિક આ વિશે કહે છે કે આ ટેકનોલોજી ઉપયોગ કરનારાને આખો દિવસ તેના ગ્લુકોઝસ્તર જાણકારી આપશે અને હાઈપોગ્લાઈસીમિયાથી બચવામાં મદદ કરશે.
આ ટેકનિક સ્વીડનના કેટીએચ રૉયલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ વિકસાવી છે. જે પહેલાના મશીન કરતાં 50 ગણું નાનું છે. તપાસ કરવા માટે એને હાથમાં લગાવવામાં આવશે. એ પછી તેમાં લાગેલા ત્રણ નાના ઇલેક્ટ્રોન એન્જામેટિક સેન્સરથી શર્કરાની તપાસ પૂર્ણ કરશે.