ડાયાબિટીસના દર્દી માટે નાસ્તો હોય છે જરૂરી, આ 4 રેસિપી સાબિત થશે હેલ્ધી
નવી દિલ્હી, 30 નવેમ્બર 2019, શનિવાર
ડાયાબિટીસ હોય તેવા લોકોએ પોતાની ડાયટ પર સૌથી વધારે ધ્યાન આપવું પડે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે દિવસની શરૂઆતમાં કરવામાં આવતો નાસ્તો સૌથી વધારે મહત્વનો હોય છે. નાસ્તો એવો કરવો જોઈએ કે તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે. આજે તમને અહીં 4 એવી રેસિપી વિશે જાણકારી મળશે જે તમારી હેલ્થ માટે ઉત્તમ નાસ્તો સાબિત થશે.
1. ઓટ્સ ઇડલી
જો તમે સ્વાદિષ્ટ અને સ્વસ્થ નાસ્તો કરવા ઈચ્છતા હોય તો ઓટ્સ ઇડલી એક બેસ્ટ રેસીપી છે. ઈડલી એક સ્ટીમ્ડ પફ્ટ સાઉથ ઈંડિયન રાઈસ કેક છે જેમાં સાંભાર અને ચટણી ઉમેરી ખાવામાં આવે છે. આ વાનગી લો કેલેરી ચોખાથી બને છે. પરંતુ ઓટ્સ ઈટલી બનાવવા માટે ચોખાને બદલે ઓટ્સનો ઉપયોગ કરવો.
ઈડલી સ્ટીમ કરીને બનાવવામાં આવે છે. તેથી તે ડાયાહિટીસના દર્દીઓ માટે લાભકારી સાબિત થાય છે. આ ઈડલી સરળતાથી પચી જાય છે અને ડાયજેશન પણ સારું રહે છે.
2. મૂંગ દાલ ચીલ્લા
એવી ખોટી ધારણા લોકોના મગજમાં હોય છે કે વજન ઓછું કરતા ખોરાક સ્વાદિષ્ટ નથી હોતા. આ વાનગીઓ પણ સ્વાદિષ્ટ હોય છે. આવી જ એક રેસિપી છે મૂંગ દાલ ચીલ્લા. આ એક સ્વાદિષ્ટ અને સરળ વાનગી છે. આ વાનગી ડાયાબિટીસ ઉપરાંત વેટ લોસ ડાયટમાં પણ ઉપયોગી સાબિત થાય છે.
એક રિપોર્ટ અનુસાર 100 ગ્રામ મગની દાળમાં 24 ગ્રામ પ્રોટીન હોય છે. નિષ્ણાંતો અનુસાર સવારે નાસ્તામાં મગની દાળનો ઉપયોગ કરવાથી ઈંસુલિન લેવલ ઓછું રહે છે. આ દાળમાં ફાયબર વધારે પ્રમાણમાં હોય છે જે બ્લડ શુગરને સ્પાઈક થવાથી રોકે છે. ચીલ્લા બનાવવા માટે મેથી, પાલક જેવી લીલી ભાજીનો ઉપયોગ પણ મગની દાળ સાથે કરી શકો છો.
3. ઈગ ભુરજી
સવારે નાસ્તામાં ઈંડા ખાવા પણ લાભકારી છે. વજન ઘટાડવા ઈચ્છતા લોકોએ ઈંડા જરૂર ખાવા જોઈએ. તેમાં કાર્બોઝ અને પ્રોટીન વધારે પ્રમાણમાં હોય છે. નિયમિત રીતે ઈંડાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને પણ લાભ થાય છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
જો કે ઈંડાના પીળા ભાગને બદલે સફેદ ભાગનું સેવન કરવું જોઈએ. ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ હોય છે. ડાયટમાં ઈંડાનો સમાવેશ કરતાં પહેલા ડોક્ટરની સલાહ અચૂક લેવી. રિપોર્ટ અનુસાર 100 ગ્રામ ઈંડામાં 12.56 ગ્રામ પ્રોટીન હોય છે.
4. મેથી પરાઠા
પરોઠા દરેક ઘરમાં બનતા હોય છે. પરોઠા પણ અલગ અલગ પ્રકારના હોય છે. પરંતુ ડાયાબિટીસના રોગીઓ માટે મેથીના પરોઠા ઉત્તમ નાસ્તો સાબિત થાય છે. મેથી પરોઠા પૌષ્ટિક નાસ્તો છે. મેથી પરોઠા સરળતાથી બની જાય છે અને બાળકોથી લઈ વડિલો સુધીના લોકો માટે આ ઉત્તમ નાસ્તો છે.