For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એક ભૂલ અને 7000 ડાયાબિટીસ દર્દીઓએ જીવ ગુમાવ્યા, ક્યાંક તમે પણ આવી ભૂલ કરી ન બેસતા

ડાયાબિટીસમાં બ્લડ સુગરની નિયમિત તપાસ કરાવવી ખૂબ જરૂરી

ડાયાબિટીસની તપાસ સમય પર કરાવતા નથી અને સુગર અચાનક વધી તેમજ ઘટી જાય

Updated: May 12th, 2023

Article Content Image

વિશ્વમાં કોરોના જેવી મહામારીને લોકો ક્યારેય નહીં ભૂલે આ મહામારીએ અનેક લોકોના જીવ લીધા છે. ઉપરાંત આ મહામારીએ ડાયાબિટીસ દર્દીઓની હાલતને ગંભીર બનાવી છે. કેટલા રીપોર્ટ અનુસાર, ભારત સહિત દુનિયા ભરના અનેક દેશોમાં આ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. ડાયાબિટીસમાં બ્લડ સુગરની નિયમિત તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. છતાં પણ અનેક લોકો એવા હોય છે જેઓ ડાયાબિટીસની તપાસ સમય પર કરાવતા નથી અને સુગર અચાનક વધી તેમજ ઘટી જાય છે.

ભારતમાં દર 11માંથી એક વ્યક્તિને ડાયાબિટીસ છે 

દુનિયામાં ચીન પછી ભારતમાં વધારે ડાયાબિટીસના દર્દીઓ છે. એક અહેવાલ અનુસાર, દેશમાં લગભગ 7.7 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે. તેમાં 1.21 કરોડ લોકોની ઉંમર 65 વર્ષથી ઓછી છે. માનવામાં આવી રહ્યું છે કે 2045 સુધી આ આંકડો 2.7 કરોડની પાર થઇ જશે. એવું કહી શકાય કે ભારતમાં દર 11માંથી એક વ્યક્તિને ડાયાબિટીસ છે.

બ્રિટનમાં ગયા વર્ષે 7000 થી પણ વધારે લોકોના મોત 

ડાયાબિટીસ યુકેના એક રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડમાં ગયા વર્ષે ડાયાબિટીસને કારણે 7000 થી પણ વધારે લોકોના મોત થયા હતા. રિપોર્ટમાં એવું જોવા મળ્યું કે, કોરોના મહામારીમાં ડાયાબિટીસમાં રેગ્યુલર ચેક અપમાં ઘટાડાના કારણે આ મોત થયા છે. ડાયાબિટીસમાં રેગ્યુલર ચેક અપ કરાવો છો તો હાર્ટ એટેક અને બીજા અંગો ખરાબ થવાના ચાન્સિસ ઓછા થઇ જાય છે. ડાયાબિટીસની બીમારી વ્યક્તિના શરીરને અંદરથી ખોખલુ કરે છે.

ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ કેમ વધી રહ્યા છે?

અસ્વસ્થ લાઈફસ્ટાઇ, ખોરાક અને મોટાપણુંએ ડાયાબિટીસના વધતા કેસોના મુખ્ય કારણો છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીયોમાં મોટાપણાની સમસ્યા વધી રહી છે અને તે ડાયાબિટીસનું કારણ બને છે.  ઉપરાંત લોકોના શારીરિક શ્રમમાં ઘટાડો થઇ રહ્યો છે તે પણ એક કારણ બની શકે છે. આ સિવાય ડાયાબિટીસના વધતા કેસોનું એક કારણ કોરોના વાયરસ પણ , છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાને કારણે ડાયાબિટીસની બીમારી સામે જરૂરી પગલાં લેવામાં આવી શક્યા નથી, આ કારણે દેશમાં ફેલાવો ખૂબ જ વધી ગયો છે.

Gujarat