Get The App

શું તમે જાણો છો ગુણકારી જીરાંના આ ફાયદાઓ વિશે?

- જીરાંમાં રહેલા ઔષધિય ગુણો કેટલાય પ્રકારની સમસ્યાઓમાં રાહત અપાવે છે

Updated: Aug 27th, 2020

GS TEAM


Google News
Google News
શું તમે જાણો છો ગુણકારી જીરાંના આ ફાયદાઓ વિશે? 1 - image

નવી દિલ્હી, તા. 27 ઓગષ્ટ 2020, ગુરુવાર 

જીરું એક મુખ્ય ખાદ્ય પદાર્થ છે જે લગભગ બધાના ઘરના રસોડામાં સરળતાથી મળી જાય છે. જીરાનો ઉપયોગ માત્ર જમવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે જ નથી કરવામાં આવતો પરંતુ તેનાથી અનેક પ્રકારની જડી-બૂટીઓ પણ બનાવવામાં આવે છે. કારણ કે જીરાંમાં ઔષધિય ગુણ સામેલ હોય છે જે પેટની સમસ્યા માટે ખૂબ જ લાભદાયી હોય છે. પેટની સમસ્યા ઉપરાંત જીરાના ગુણ એવા છે જે કેટલીય સમસ્યાઓથી રાહત અપાવે છે. જીરામાં એન્ટી-ઑક્સિડેન્ટનો ગુણ રહેલો છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. આ ઉપરાંત તેમાં ફાઇબર, આયર્ન, કૉપર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગેનીઝ, ઝિન્ક તેમજ મેગનેશિયમ વગેરે પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જે સોજો ઓછો કરવામાં અને માંસપેશિઓને આરામ પહોંચાડવામાં ખૂબ જ ઉપયોગી છે. 

1. પાચન શક્તિ માટે જીરું છે ફાયદાકારક

પેટ અને પાચન ક્રિયાને મજબૂત કરવા માટે જીરું એક ખૂબ જ સારો સ્ત્રોત છે. દરરોજ તેનું સેવન કરવાથી પેટનો દુખાવો, અપચો, ડાયેરિયા, કબજિયાત વગેરેની સમસ્યા રહેતી નથી. 

ઉપયોગ કરવાની રીત :- પેટની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી શેકેલું જીરું પાઉડર નાંખીને મિક્સ કરી લો અને પી લો. 

2. જીરું કરે છે હાડકાંને મજબૂત

કેટલાય એવા લોકો હોય છે જેમને કેલ્શિયમની ઉણપ હોય છે. આ પ્રકારના લોકો માટે જીરું ઘણું ફાયદાકારક સાબિત થઇ શકે છે. 

ઉપયોગ કરવાની રીતે :- જો તમને જીરાંનું પાણી પીવું પસંદ નથી તો તમે એક ચમચી જીરું પાઉડર અને બ્લેક પેપર છાશમાં મિક્સ કરીને પી શકો છો. 

3. યાદશક્તિ વધારવામાં ફાયદાકારક છે જીરું

જો તમે માનસિક રીતે સ્વસ્થ હશો તો જીવનનાં મોટાં મોટાં પડકારોનો સરળતાથી સામનો કરી શકશો.. જીરું તમારા મગજને તેજ કરવામાં ઘણું મદદ કરી શકે છે. તમને જાણીને નવાઇ લાગશે કે જીરું યાદશક્તિ વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે. 

ઉપયોગ કરવાની રીત :- વિચારવા-સમજવા અને યાદ રાખવાની શક્તિ વધારવા માટે દરરોજ અડધી નાની ચમચી જીરું ચાવીને ખાઇ જાઓ. 

4. પીરિયડ્સના દુખાવામાં જીરું ફાયદાકારક

માસિક ધર્મ એક પ્રાકૃતિક પ્રક્રિયા છે જેને રોકવું અશક્ય છે.. એવામાં દર મહિને છોકરીઓને આ અસહનીય દુખાવાથી પીડાવું પડે છે. આ દરમિયાન છોકરીઓને કેટલીય તકલીફો વેઠવી પડે છે જેમ કે પેટનો દુખાવો, કમરનો દુખાવો, ઉલ્ટી થવી વગેરે, જેમાં જીરું ખૂબ જ ઉપયોગી સાબિત થશે. 

ઉપયોગની રીત :- મેથી, અજમો, જીરું અને વરિયાળીને સરખા પ્રમાણમાં મિક્સ કરીને પીઓ. તેનાથી કબજિયાતની ફરિયાદ દૂર થાય છે. આ સાથે જ પેટના દુખાવામાં આરામ મેળવવા માટે જીરાંને તવા પર શેકી લો અને સૂતરાઉ કપડાંમાં જીરાંને નાંખીને પેટની સફાઇ કરો. તેનાથી દુખાવામાં આરામ મળે છે. 

5. જીરાની મદદથી ગેસની સમસ્યાથી છૂટકારો મેળવો

આંતરડાંમાં ગેસ થઇ જવા પર પીડિત વ્યક્તિ ઘણી પરેશાન રહે છે. એવામાં જીરાનો ઉપયોગ તેમના માટે લાભદાયી રહેશે. કારણ કે જીરું પેટમાં થતાં દુખાવા અને આંતરડાની ગેસને ખતમ કરી દે છે. 

ઉપયોગ કરવાની રીત : તેના ઉપયોગ માટે એક ગ્લાસ પાણીમાં એક ચપટી શેકેલું જીરું પાઉડર, થોડુક આદુ, સિંધવ મીઠું અને અડધી નાની ચમચી વરિયાળી નાંખીને પાણીને ઉકાળી લો. અને તેને ગાળીને ઠંડું કર્યા બાદ પીઓ. 

Tags :