Coronvirus: શું ઓનલાઇન ફૂ઼ડ મંગાવવામાં પણ છે કોરોના વાઇરસ ફેલાવાનો ભય?
કોરના વાઇરસના પગલે અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં લોકડાઉનના કારણે લોકોને ઘરમાં રહેવું પડે છે. કેટલાય ઘર પરથી કામ રહ્યાં છે. કોરોના વાઇરસના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. એવામાં લોકો સામાન મગાવે છે ત્યારે સવાલ એ છે કે ઓનલાઇન ઓર્ડર કેટલું સુરક્ષિત છે? આવો જાણીએ...
કુરિયરથી કોરોના ફેલાવાનો કેટલું જોખમ?
ઇન્ફેક્શનથી ફેલાતી બીમારીઓના એક્સર્ટ અનુસાર કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યા બાદ ફેલાય છે. ઉદાહરણ તરીકે ઉધરસ દરમિયાન મોઢામાંથી નીકળતો કફ અને નાકમાંથી નીકળતું પાણીથી ફેલાય છે. ઓનલાઇન ઓર્ડર આપતી વખતે પાર્સલ લઇ આવતો ડિલવરી બોય કેટલાય વિસ્તારમાં ફરીને આવે છે. એવામાં શક્ય છે કે કોરોનાના શંકાસ્પદ જેને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોય તેના ઘરે તે ડિલવરી બોય ગયો હોય અને તે જ તમારા ઘરે પણ આવે. ત્યારે આ ચેપ ફેલાવની શક્યતામાં ઘણો વધારો થઇ જાય છે.
ફૂડ ડિલીવરી કંપનીઓની ખાસ તૈયારી
અમેરિકા જેવા દેશોમાં કોરોના વાઇરસને લઇને ફૂડ ડિલીવરી કરતી કંપનીઓએ ખાસ વ્યવસ્થા કરી છે. કેટલીક કંપનીઓએ નો-કોન્ટેક્સ કે પછી કોન્ટેક્ટલેસ ડિલીવરીની સુવિધા આપી રહીં છે. વળી ભારતમાં કેટલીક ફુડ ડિલીવરી કંપનીઓ પોતોના ગ્રાહકોને કોરોના વાઇસને લઇને જાગરુત કરી કરી રહી છે. આ માટે કંપનીઓ પોતાના ડિલીવરી બોયને ટ્રેન્ડ કરી રહીં છે અને સાફ-સફાઇ પર ખાસ ધ્યાન આપી રહીં છે. ફુડ ડિલીવરી કંપનીઓ પોતાના પાર્ટનર્સને સુરક્ષાને લઇને પણ ટ્રેન કરી રહ્યાં છે.
હાથોહાથ પાર્સલ લેવાના બદલે ડોરસ્ટેપ ડિલીવરી લેવાનું પસંદ કરો
ફૂડ ડિલીવરી કંપનીઓ પાર્ટનર રેસ્ટોરેન્ટના કીચનની સાફસફાઇ પર ચાંપતી નજર રાખી રહીં છે, જેથી કોરોના વાઇરથી બચી શકાય. વળી એપ પણ હાઇજિનના હિસાબથી રેસ્ટોરેન્ટનું લીસ્ટીંગ કરી રહીં છે જેથી ગ્રાહકને બેસ્ટ રેસ્ટોરેન્ટમાંથી ફૂડ ઓર્ડ કરી શકે. આ કંપનીઓ પોતાના એપમાં કોન્ટેક્ટલેસ ડિલીવરીના કેટલાક નિર્દેશ પણ જારી કર્યાં છે. જેના અંતર્ગત તમારી ડીમાન્ડ પર ફુડ ડિલીવરી બોય તમારો ઓર્ડર હાથોહાથ આપાવને બદલે તમારા દરવાજા પર મુકીને જતો રહેશે. આ સુવિધા ફક્ત ઓનલાઇન પેમેન્ટ મોડ ઓર્ડર્સ માટે છે.