Get The App

29 દિવસ આઇસોલેશનમાં રહ્યા પછી પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવે ખરો ?

શું દેશ અને દુનિયામાં કોરોના વાઈરસને લઇને અલગ થિઓરી સામે આવી રહી છે ?

કેરલના કોઝિકોડ મેડિકલ હોસ્પિટલની ઘટનાથી નિષ્ણાતો સ્તબ્ધ

Updated: Apr 19th, 2020

GS TEAM

Google News
Google News
29 દિવસ આઇસોલેશનમાં રહ્યા પછી પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવે ખરો ? 1 - image


નવી દિલ્હી, 19 એપ્રિલ,2020, રવીવાર

કેરલમાં એક મહિના પહેલા દુબઇથી પાછા આવેલા એક વ્યકિતને 29  દિવસ સુધી આઇસોલેશનમાં રાખ્યા પછી કોરોના પોઝિટિવ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આઇસોલેશનમાં રહયા પછી પણઁ કોરોના થતા નિષ્ણાતો પણ વિચારમાં પડી ગયા છે. ઘટના એવી હતી કે આ શખ્સ અને તેનો ભાઇ દુબઇથી ભારત પાછા ફર્યા ત્યારે પછી કવોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. તેમના પિતાને ઉમર સાથે સંકળાયેલી બીમારી હોવાથી એક ખાનગી હોસ્પિટલમાં રાખલ કરવામાં આવ્યા હતા જયાં તેમને ટેસ્ટમાં કોરોના પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા હતા. પિતાની સારવાર ચાલતી રહી પરંતુ સમગ્ર પરીવારને કોઝિકોડ મેડિકલ હોસ્પિટલમાં  શિફટ કરવામાં આવ્યા હતા. પિતા ઉપરાંત માતા, પુત્ર અને એક પૌત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

29 દિવસ આઇસોલેશનમાં રહ્યા પછી પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવે ખરો ? 2 - image

પરીવારને કોરોનાનું સંક્રમણ થયું છે તેને ધ્યાનમાં રાખીને બીજા પુત્રને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો. કુલ 29 દિવસ સુધી આઇસોલેશન દરમિયાન ખૂબ કાળજી રાખ્યા પછી પણ ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ કેસ આવ્યો હતો. આ અંગે જિલ્લા મેડિકલ અધિકારીએ જણાવ્યું કે કોરોના વાયરસના સંક્રમણ અંગે હજુ પણ વધારે સ્ટડી કરવાની જરુર છે. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય તેમના પછી  પોઝિટિવ આવે છે. આઇસોલેશનમા રહયા પછી આમ તો કોરોના સંક્રમણની શરીરમાં કોરોના સંક્રમણ હોવાની શકયતા રહેતી નથી છતાં પરીણામ વિપરીત જોવા મળે છે. દેશ અને દુનિયામાં કોરોના વાયરસને લઇને અલગ અલગ થિઓરી સામે આવી રહી છે. 

બીજી એક વાત એ પણ ધ્યાનમાં આવી છે કે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવનારા દર્દીઓમાં કોરોનાના તાવ,શરદી જેવા કોઇ જ લક્ષણો જોવા મળતા નથી. કેટલાક પોઝિટિવ દર્દીઓ તો રિપોર્ટ પછી પણ માનવા તૈયાર ન હતા કે પોતાને કોરોનાનું સંક્રમણ છે. સગા સંબંધીઓ પણ દર્દીને દાખલ થવા તૈયાર થતા ન હતા, કોરોના વાયરસ એ રીતે સાયલન્ટ કિલર બની રહયો છે. લક્ષણો જોવા ન મળતા હોય ત્યારે આવા દર્દીઓને રિપોર્ટ કરીને શોધવા એજ માત્ર ઉપાય છે . જો એમ ના થાયતો અદ્વષ્ય લક્ષણોથી સ્વસ્થ દેખાતા કોરોના પોઝિટિવ કોરોના વાયરસના સંક્રમણના કેરિયર બની શકે છે.


Tags :