For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!
FOLLOW US

આરોગ્ય માટે વરદાનરૂપ છે આ 4 દાળનું સેવન, વજનને ઝડપથી ઘટાડવામાં કરે છે મદદ

Updated: Sep 16th, 2023


                                                        Image Source: Freepik

અમદાવાદ, તા. 16 સપ્ટેમ્બર 2023 શનિવાર

આજકાલ વધતા વજનથી મોટાભાગના લોકો પરેશાન છે. આનું સૌથી મોટુ કારણ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાણીપીણી છે. આનાથી છુટકારો મેળવવા માટે લોકો તમામ પ્રકારના પ્રયત્નો કરે છે. દરમિયાન જો તમે અમુક દાળનું સેવન કરો તો તેમાં કેટલાક એવા પોષક તત્વો હાજર છે જે ઝડપથી વજન ઘટાડે છે. આ સિવાય આ દાળ આંખો, સ્કિન, વાળ વગેરેને હેલ્ધી રાખવામાં મદદરૂપ છે. જેમાં મગની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ અને મસૂરની દાળ સામેલ છે.

દાળને ડાયટમાં સામેલ કરવાથી વજન કેવી રીતે ઘટશે

દાળમાં હાજર પોષક તત્વ

મગ, તુવેર, ચણા અને મસૂરની દાળમાં ઘણા પ્રકારના પોષક તત્વ હોય છે, જેમાં પ્રોટીન સૌથી વધુ હોય છે. આનાથી શરીરને એનર્જી મળે છે. આ સિવાય આ દાળ ડાયટરી ફાઈબર, મેગ્નેશિયમ, કોપર, પોટેશિયમ અને આયર્નનો પણ સારો સ્ત્રોત હોય છે. આ કારણ છે કે એક્સપર્ટ આને પોતાની ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે.

ઘણી બીમારીઓથી મળી શકે છુટકારો

ઘણા પોષક તત્વોથી ભરપૂર દાળ ખાવાથી ઘણી બીમારીઓથી છુટકારો મળી શકે છે. આમાં બેડ કોલેસ્ટ્રોલ પણ એક છે દરમિયાન જો તમારા શરીરમાં પણ આ પ્રકારની મુશ્કેલી છે તો મગ, તુવેર, ચણા અને મસૂર જેવી દાળનું સેવન જરૂર કરવુ જોઈએ. આ દાળમાં હાજર તત્વ બેડ કોલેસ્ટ્રોલ અને મેદસ્વીપણાને તો કંટ્રોલ કરે જ છે. સાથે જ આંખ, વાળ અને સ્કિનનો પણ ખ્યાલ રાખે છે. 

મગની દાળ

શરીરના વધતા વજનને ઘટાડવા માટે મગની દાળ ખૂબ અસરદાર માનવામાં આવે છે. આના નિયમિત સેવનથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, જેનાથી વજન કંટ્રોલમાં મદદ મળે છે. મગની દાળ કે તેનાથી બનેલી કોઈ પણ વસ્તુને ખાવાથી મોડે સુધી પેટ ભરેલુ રહે છે અને તમે ઓવરઈટિંગથી બચી શકો છો.

ચણાની દાળ

ચણાની દાળ પણ વજન ઘટાડવામાં મદદરૂપ છે. આમાં ફાઈબર અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. એક વાટકી ચણા દાળ ખાવાથી કેલ્શિયમ, આયર્ન, પ્રોટીન, પોટેશિયમની પૂર્તિ થાય છે. આ દાળ એક સુપરફૂડ છે, જે હાર્ટ અને ડાયાબિટીસના દર્દીઓને પણ લાભ પહોંચાડે છે. આના સેવનથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, જેનાથી કેલેરી બર્ન થાય છે અને વજન ઘટે છે. 

તુવેરની દાળ

શરીરનું વજન ઘટાડવામાં તુવેર દાળ પણ ફાયદાકારક હોય છે. તુવેર દાળમાં પ્લાન્ટ પ્રોટીન હોય છે, સાથે જ ફાઈબર, ફોલિક એસિડ, આયર્ન, કેલ્શિયમ, ગુડ કાર્બ્સ હોય છે, જે ભૂખને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. આનું નિયમિત સેવન કરવાથી હાર્ટ સંબંધિત સમસ્યાઓ થવાનું જોખમ ઘટી જાય છે.

મસૂરની દાળ

મેદસ્વીપણાથી છુટકારો મેળવવા માટે તમે મસૂર દાળનું પણ સેવન કરી શકો છો. એક વાટકી મસૂર દાળમાં પોષક તત્વોનો ખજાનો હોય છે. આમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે, જે મોડે સુધી પેટ ભરેલુ હોવાનો અનુભવ કરાવે છે. ફેટ ઘટે છે. આમાં એન્ટીઓક્સિડેન્ટ્સ પણ હોય છે, જે કોશિકાઓને ક્ષતિગ્રસ્ત થવા દેતુ નથી અને એન્ટી-એજિંગમાં મદદરૂપ હોય છે. 

Gujarat
Worldcup 2023
English
Magazines