ડાયાબિટીસના દર્દીઓ માટે આ 3 દાળનું સેવન છે ખૂબ જ લાભદાયી, બ્લડ શુગર લેવલ રાખે છે કંટ્રોલમાં
Image Source: Freepik
અમદાવાદ, તા. 17 ઓગસ્ટ 2023 ગુરૂવાર
જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો સ્વાભાવિક છે કે જીવન અન્યની સરખામણીએ થોડુ મુશ્કેલ હશે, કેમ કે આ સ્થિતિમાં એવી ડાયટથી બચવુ પડે છે જેનાથી બ્લડ શુગર લેવલ વધી જાય છે. જો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર મેન્ટેઈન ન થઈ શકે તો કિડની અને હાર્ટ સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ પેદા થઈ જાય છે. ઘણા હેલ્થ એક્સપર્ટ્સનું માનવુ છે કે જો ડાયાબિટીસના રોગી પ્રોટીન રિચ ડાયટ લેશે તો તેમની તબિયત બગડશે નહીં.
ડાયાબિટીસના દર્દીઓએ આ 3 દાળ જરૂર ખાવી જોઈએ
દાળને પ્રોટીનનો રિચ સોર્સ માનવામાં આવે છે. આ મસલ્સ અને શરીરની મજબૂતી માટે ખૂબ જરૂરી છે, આ ન્યૂટ્રીએન્ટની અછત ન માત્ર બોડીને કમજોર કરી દેશે પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે મુશ્કેલી પેદા કરી દેશે.
1. રાજમા
નોર્થ ઈન્ડિયન્સની મનપસંદ ડિશમાં રાજમાને સામેલ કરવામાં આવે છે. આ ન માત્ર એક સ્વાદિષ્ટ ફૂડ છે, પરંતુ આમાં ન્યૂટ્રિએન્ટ્સની પણ કોઈ ઉણપ રહેતી નથી. આમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ અને કોમપ્લેક્સ કાર્બ્સ બંને જ ઓછા હોય છે. આમાં હાજર પ્રોટીન અને ફાઈબર ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે.
2. કાબુલી ચણા
કાબુલી ચણાથી બનેલા છોલે તો તમે ખૂબ ખાધા હશે પરંતુ શું તમે જાણો છો કે આ ચણા ટાઈપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. આને તમે દાળ તરીકે પણ ખાઈ શકો છો, કેમ કે બ્લડ શુગર મેન્ટેઈન કરવુ સરળ થઈ જશે.
3. મગની દાળ
મગની દાળ ઘણા લોકોને ખૂબ પસંદ આવે છે, આ થોડી લાઈટ હોય છે અને જ્યારે પેટમાં ગડબડ થઈ જાય તો લોકો આને પસંદ કરે છે. આ દાળની સૌથી સારી વાત એ છે કે આ લો કેલેરી ફૂડ છે. સાથે જ આનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ વધુ હોતો નથી. જો નિયમિત રીતે આને ખાશો તો બ્લડ શુગર મેન્ટેઈન થઈ જશે.