શિયાળામાં શક્કરિયાનું સેવન કરવાથી મળશે અઢળક ફાયદા, ડાયાબિટીસના દર્દીઓ માટે છે રામબાણ ઈલાજ
Image Source: Twitter
અમદાવાદ, તા. 23 નવેમ્બર 2023 ગુરૂવાર
શિયાળામાં શક્કરિયા ખાવા ખૂબ લાભકારી માનવામાં આવે છે. શક્કરિયામાં તમામ વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે. આમાં ફાઈબર અને પ્રોટીનનું પ્રમાણ સારુ હોય છે. શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે શક્કરિયાનું સેવન કરવુ જોઈએ. શક્કરિયા શુગર, બીપી અને ડાઈઝેશન સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છુટકારો અપાવી શકે છે.
શક્કરિયાને શિયાળાનું સુપરફૂડ માનવામાં આવે છે. આમાં પોષક તત્વોનો ભંડાર હોય છે, જેનાથી શરીરને અગણિત ફાયદા મળી શકે છે. રિપોર્ટ અનુસાર 200 ગ્રામ શક્કરિયામાં 180 કેલેરી, 4 ગ્રામ પ્રોટીન, 6.6 ગ્રામ ફાઈબર અને 41.4 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. જેમાં વિટામિન એ, વિટામિન સી, મેંગ્નીઝ, પોટેશિયમ, કોપર, નિયાસિન સહિત મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ્સનું સારુ પ્રમાણ હોય છે. આ તમામ પોષક તત્વ શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને બીમારીઓથી બચાવે છે.
શક્કરિયાનો સ્વાદ મીઠો હોય છે પરંતુ તેમ છતાં આને શુગરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. શક્કરિયાનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછુ હોય છે, જેના કારણે તેને ખાધા બાદ ડાયાબિટીસના દર્દીઓનું શુગર લેવલ ઝડપથી વધશે નહીં. એટલુ જ નહીં, શક્કરિયા એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને આ તત્વ શરીરમાં જઈને શુગરને જલ્દી એબ્ઝોર્બ કરવામાં મદદરૂપ હોય છે. આના કારણે શુગરના દર્દીઓ માટે પણ આને સુરક્ષિત અને લાભકારી માનવામાં આવે છે.
આંખોના આરોગ્ય માટે શક્કરિયા ચમત્કારી સાબિત થઈ શકે છે. શક્કરિયામાં વિટામિન એ નું પ્રમાણ ભરપૂર હોય છે અને આમાં બીટા કેરોટીન પણ સારા પ્રમાણમાં હોય છે. બીટા કેરોટિન શરીરમાં પહોંચીને વિટામિન એ માં બદલાઈ જાય છે. આ વિટામિન આંખોને લાંબા સમય સુધી હેલ્ધી રાખવામાં મદદ કરે છે. શિયાળામાં આંખોની ઘણી સમસ્યાઓ થવાનું જોખમ રહે છે અને શક્કરિયાનું સેવન આ સીઝનમાં કરવાથી આંખોની સમસ્યામાંથી સરળતાથી બચી શકાય છે.
શિયાળામાં મોટાભાગના લોકો ઈમ્યૂનિટીને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરે છે કેમ કે આ સીઝનમાં વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનનો કહેર વધી જાય છે. દરમિયાન શક્કરિયા તમારી ઈમ્યૂનિટીને બૂસ્ટ કરી શકે છે. આ તમને શરદી-ખાંસી અને અન્ય ઘણા પ્રકારના ઈન્ફેક્શનથી બચાવવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જેમાં વિટામિન C મોટા પ્રમાણમાં હોય છે, જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂતી આપે છે. આ સિવાય શક્કરિયામાં આયર્ન પણ ભરપૂર હોય છે, જે ખૂનની ઉણપ દૂર કરે છે.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે શક્કરિયાને વરદાન માનવામાં આવે છે. જેમાં પોટેશિયમનું પ્રમાણ સારુ હોય છે, જે તમારા બ્લડ પ્રેશરને વધવાથી રોકે છે અને તેને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. શક્કરિયા ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ દૂર કરી શકાય છે. તેનું સેવન કરવાથી બ્લડમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે. જેમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ હોય છે, જેના કારણે તેને ડાઈઝેશન માટે લાભકારી માનવામાં આવે છે. આ પેટના આરોગ્યને તંદુરસ્ત રાખે છે.