શિયાળામાં દરરોજ એક ટામેટાના સેવનથી શરીરને મળે છે આ ગજબના ફાયદા
Updated: Nov 20th, 2023
Image Source: Freepik
અમદાવાદ, તા. 20 નવેમ્બર 2023 સોમવાર
કાચુ ટામેટુ ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. ટામેટા વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તેથી શિયાળામાં આને ખાવાથી શરીરને ખૂબ વધુ ફાયદો મળે છે. શિયાળામાં કાચુ ટામેટુ ખાશો તો તમારુ શરીર હાઈડ્રેટ રહે છે. તેનાથી શરીરને ભરપૂર પ્રમાણમાં મલ્ટીન્યૂટ્રીએન્ટ્સ મળે છે. શિયાળામાં કાચુ ટામેટા ખાવાથી ઘણા બધા ફાયદા મળે છે.
દરરોજ કાચા ટામેટા ખાવાના ફાયદા
હૃદય માટે છે ફાયદાકારક
ટામેટામાં લાઈકોપીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં મળતા એન્ટીઓક્સિડેન્ટ હૃદયની બીમારી માટે ખૂબ સારુ હોય છે. આ 14 ટકા હૃદયની બીમારીનું જોખમ ઓછુ કરે છે. આ બ્લડમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સને ઘટાડે છે. સાથે જ એચડીએલ કોલેસ્ટ્રોલને શરીરમાં વધારે છે. હૃદયની બીમારીનું જોખમ ઓછુ કરે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ 1 કાચુ ટામેટુ ખાવુ જોઈએ. ટામેટામાં મળતા લાઈકોપીન ઈન્સ્યુલિન સેલ્સને શ્રેષ્ઠ બનાવે છે. આ સેલ્સને તૂટવાથી બચાવે છે. આ શરીરના સોજાને પણ ઘટાડે છે. શરીરની ઈમ્યુનિટી મજબૂત થાય છે. ટામેટા તમારા શરીરના ફાઈબર મેટાબોલિક રેટને વધારે છે સાથે જ ડાયાબિટીસની બીમારીને ઘટાડે છે.
ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે ટામેટા
ટામેટાના રસમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં બીટા-કેરોટીન થાય છે જે તમારી ઈમ્યુનિટીને મજબૂત કરે છે. એક રિસર્ચ અનુસાર ટામેટા ઈમ્યુનિટીના સેલ્સને વધારે છે. આ ઘણી બીમારીઓથી બચાવે છે. જેમાં નેચરલ કિલર કોશિકાઓ સામેલ છે જે વાયરલને રોકે છે.
કબજિયાત રોકવામાં મદદરૂપ
ટામેટામાં ભરપૂર પ્રમાણમાં પોષણ તત્વ હોય છે. જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ટામેટામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને હોય છે જે મેટાબોલિઝ્મને ઝડપી કરે છે અને કબજિયાતની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે. તેથી દરરોજ એક 1 ટામેટુ ખાવુ આરોગ્ય માટે લાભદાયી હોય છે.