ભૂલથી એક્સપાયર્ડ દવા ખાઈ લેશો તો શું થશે? જાણો કેટલું થઈ શકે છે શરીરને નુકસાન

ડૉક્ટરોના કહેવા પ્રમાણે એક્સપાયર્ડ થયેલી દવા ક્યારેય ન ખાવી જોઈએ, કયારેક તે જોખમી સાબિત થઈ શકે છે

કફ સિરપ, આઈ ડ્રોપ, ઇન્જેક્શન અને ફ્રીજમાં રાખવાની દવાઓ એક્સપાયરી તારીખ પછી તેની અસર ખત્મ થઈ જાય છે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
ભૂલથી એક્સપાયર્ડ દવા ખાઈ લેશો તો શું થશે? જાણો કેટલું થઈ શકે છે શરીરને નુકસાન 1 - image
Image Envato 

Expired Medicine Side Effects:  આપણે જ્યારે પણ મેડિકલમાં દવા ખરીદવા જઈએ છીએ ત્યારે અચુક પણ તેની એક્સપાયરી ડેટ ચેક કરતા હોઈએ છીએ. આપણે એક્સપાયર્ડ  થયેલી દવા નથી ખરીદતાં, પરંતુ ઘરમાં પડેલી દવા ક્યારેક એક્સપાયર થઈ જાય તો તેની ખબર રહેતી નથી. તમને ખબર છે કે, એક્સપાયર્ડ થયેલી દવા ઝેર બની જાય છે અને તે દવાની બીમારી પર કોઈ અસર થતી નથી. પરંતુ એ જાણીને હેરાન થઈ જશો કે, જો પેકિંગ પર લખેલી એક્સપાયર્ડ ડેટ પછી દવા ખાવામાં આવે તો તે ક્યારેક મુશ્કેલી ઊભી કરી શકે છે. આજે એ જાણીએ કે ભૂલથી જો એક્સપાયર્ડ  થયેલી દવા ખાઈ લેવામાં આવે તો શું થાય...

એક્સપાયર્ડ ડેટનો મતલબ

જ્યારે પણ દવા ખરીદવા જાઓ છો ત્યારે તેના પેકેટ પર બે તારીખો લખેલી હોય છે. જેમાં એક દવાની મેન્યુફેક્ચરિંગ ડેટ જે દવા બની છે તેની તારીખ હોય છે, જ્યારે એક્સપાયરી ડેટનો મતલબ છે આ તારીખ પછી દવાની સુરક્ષા અને અસર બાબતે કંપનીની કોઈ ગેરંટી રહેતી નથી. દવા પર લખેલી એક્સપાયર્ડ ડેટનો આવો મતલબ થાય છે.

કેમ એક્સપાયર્ડ દવા ન ખાવી જોઈએ

ડૉક્ટરોના કહેવા પ્રમાણે એક્સપાયર્ડ દવાને ક્યારેય ન ખાવી જોઈએ. કારણ કે દવા ખોલ્યા પછી તેમા ઘણા ફેરફાર થાય છે. જેથી તે ખૂબ જોખમી બની જાય છે. તેની પાછળ કેટલાય કારણો જવાબદાર છે. જેમ કે દવા રાખવાની જગ્યા પર ગરમીની અસર વગેરે જવાબદાર રહે છે. એક રિપોર્ટ પ્રમાણે ટેબલેટ, કેપ્સૂલ જેવી દવાઓ તો એક્સપાયર્ડ થયા પછી થોડી અસરકારક રહે છે, પરંતુ કફ સિરપ, આઈ ડ્રોપ, ઇન્જેક્શન અને ફ્રીજમાં રાખવાની દવાઓ એક્સપાયરી તારીખ પછી તેની અસર ખત્મ થઈ જાય છે. કયારેક તે જોખમી સાબિત થઈ શકે છે એટલે ક્યારેય એક્સપાયર્ડ દવા ખાવી જોઈએ નહીં.

ભૂલથી એક્સપાયર્ડ દવા ખાઈ લેવામાં આવે તો શું કરવું જોઈએ..

રિપોર્ટ પ્રમાણે કેટલાક કિસ્સાઓમાં એક્સપાયર્ડ દવા ખાવાથી માથાનો દુખાવો, પેટમાં દુખાવો અને ઉલ્ટી તેમજ શરીરમાં કોઈ રિએક્શન આવવાં જેવી સમસ્યા જોવા મળે છે. તેથી આવા સમયે જાણે- અજાણે એક્સપાયરી ડેટવાળી દવા ખાઈ લેવામાં આવે છે, તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. તેમજ લીવર- કિડની ટેસ્ટ કરાવવી જોઈએ. જેથી કરીને કોઈ ગંભીર સ્થિતિથી બચી શકાય.  


Google NewsGoogle News