Conjunctivitisથી થઇ રહી છે આંખોમાં બળતરા, તો આ ઉપાય કરી જુઓ
- ઋતુ બદલાતાં ઘણીવાર આંખમાં ઇન્ફેક્શન થતું હોય છે
- જાણો, કેટલીક ખાસ ટિપ્સ જેની મદદથી તમને આંખ આવવાની સમસ્યાથી છૂટકારો મળશે
નવી દિલ્હી, તા. 07 માર્ચ 2018, બુધવાર
ઋતુમાં ફેરફાર થાય ત્યારે શરદી-ખાસી થવી તે સામાન્ય વાત છે, પરંતુ તેની સાથે જ લોકોમાં આંખોનું ઇન્ફેક્શન (કન્જેક્ટિવિટી) પણ જોવા મળતુ હોય છે. આ ઇન્ફેક્શનના કારણે આંખો લાલ થવા લાગે છે અને તેમાં દુખાવો પણ થતો રહે છે. આંખ આવવાના કેટલાય કારણો હોઇ શકે છે, જેમ કે આંખના સંપર્કમાં શેમ્પૂ, ધૂળ-માટી, ધુમાડો અથવા ક્લૉરીનનું આવવું.
આ ઉપરાંત કોઇ વાયરસ અથવા બેક્ટેરિયાના કારણે પણ આંખ લાલ થઇ શકે છે. ત્યારે, તેનું કારણ ઘણીવાર લેન્સથી થતી એલર્જી પણ હોઇ શકે છે. જાણો, કેટલીક ખાસ ટિપ્સ જેની મદદથી તમે આંખની આ સમસ્યાથી છૂટકારો મેળવી શકશો.
1. ગંદા હાથને આંખોથી દૂર રાખો. હાથને દિવસમાં 4થી5 વાર સાબુથી ધોવો.
2. ક્યારે પણ પોતાનું આઇ ડ્રોપ, આઇ મેકઅપ, ટિશ્યૂ, કપડાં, ટુવાલ અથવા તકિયા બીજા સાથે શેર ન કરશો, ઘરના લોકો સાથે પણ નહીં.
3. આંખ આવે તે દરમિયાન આંખોને બહારના પ્રદૂષણથી બચાવવા માટે ઘરની બારી અને દરવાજા બંધ કરી દો.
4. આંખોને વારેઘડીયે હાથ ન લગાવશો.
5. પોતાના ટુવાલ અને તકિયાના કવરને નિયમિતપણે બદલતા રહો.. આ સાથે જ ઘરમાં ધૂળ ન જામવા દેશો.