Get The App

ગુણોની ખાણ છે ફણસ, સેવનથી મટશે અનેક બીમારીઓ

Updated: May 18th, 2019

GS TEAM

Google News
Google News
ગુણોની ખાણ છે ફણસ, સેવનથી મટશે અનેક બીમારીઓ 1 - image

શહેરમાં લોકો બહુ ઓછા પ્રમાણમાં ફણસ ખાતા હોય છે. ખરેખર તો તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન સી હોય છે. વિટામિન એ આંખો માટે સારું છે જ્યારે સી ઇમ્યૂન સિસ્મનમે સ્ટ્રોંગ બનાવે છે. ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ હોવાથી વ્યક્તિ અનેક બીમારીઓનો ભોગ બનતા બચી શકે છે.  આજે અહીં ફણસના ફાયદાઓ વિશે વાત કરીશું...


પેટની તકલીફો મટાડે છે

જેમને પેટની તકલીફ રહેતી હોય તેવા લોકોએ ફણસના પલ્પને પાણીમાં ઉકાળીને ઠંડો કરીને પીવો જોઈએ. એનાથી અપચો અને ગેસ જેવી તકલીફોથી મુક્તિ મળે છે. કુદરતી રીતે જ પેટ સાફ આવે છે.

ગુણોની ખાણ છે ફણસ, સેવનથી મટશે અનેક બીમારીઓ 2 - image

અસ્થમા અને થાયરોઇડમાં બેસ્ટ

અસ્થમા હોય તેવા લોકો માટે પણ ફણસનું પાણી લાભદાયી ગણાય છે. અસ્થમાના દર્દીએ ફણસનું સમારીને તેને બાફી લીધા પછી તેને ગાળીને તેનો રસ કાઢીને પીવો જોઈએ. આનાથી અસ્થમાં કંટ્રોલમાં રહે છે.  થાયરોઈડના દર્દી માટે પણ ફણસ બેસ્ટ છે. તેના સેવનથી હાડકાં મજબુત બને છે. એટલું જ નહીં તેમાં કેલરી અને ફેટ ના બરાબર હોય છે. તેથી તેના સેવનથી વજન પણ ઉતરે છે. તેથી જો તમે વજન ઉતારવાનું વિચારતા હોવ તો ફણસથી તમને લાભ થશે.