ચોકલેટ ખાવાથી થાય છે સ્વાસ્થ્યને લાભ, ઇમ્યૂનિટી વધારવામાં ફાયદાકારક
- જાણો, ચોકલેટના સેવનથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે?
નવી દિલ્હી, તા. 09 જુલાઇ 2020, ગુરુવાર
કોરોના વાયરસથી સુરક્ષિત રહેવા માટે ઇમ્યૂનિટીને મજબૂત કરવાની સલાહ આપવામાં આવી રહી છે. તમને જાણીને થોડો આશ્ચર્ય થશે કે ઇમ્યૂનિટીને વધારવા માટે ચૉકલેટનું સેવન કરવું જોઇએ. પરંતુ એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટ કુદરતી રીતે શરીરની ઇમ્યૂનિટીને વધારવાનું કામ પણ કરે છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું કે ચોકલેટનું સેવન માર્યાદિત પ્રમાણમાં કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહે છે. જાણો, મર્યાદિત પ્રમાણમાં ચોકલેટના સેવન કરવાના ફાયદાઓ વિશે...
માનસિક તણાવ દૂર કરે છે
એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બે અઠવાડિયા સુધી દરરોજ ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે. આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સને નિયંત્રિત કરી શકાય છે. ઑસ્ટ્રેલિયામાં વર્ષ 2015માં એક શોધ અનુસાર પણ ચોકલેટનું સેવન કરવું માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે
એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે.
હૃદય માટે ફાયદાકારક હોય છે ચોકલેટ
યૂરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલોજીના શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. એ વાતનું ધ્યાન રાખો કે તમારે ચોકલેટનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઇએ.
વધતી ઉંમરની અસરને ટાળી શકે છે ચૉકલેટ
વૈજ્ઞાનિકો અનુસાર, ચોકલેટમાં કોકો ફ્લેવનોલ તત્ત્વ રહેલું હોય છે જે વધતી ઉંમરની અસરને સમય કરતા પહેલા અસરકારક થતા અટકાવે છે.
ચોકલેટનો ઇતિહાસ
ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જુનો છે. ઇતિહાસકારો અનુસાર ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. માનવામાં આવે છે કે ચોકલેટ બનાવવામાં આવતું કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યું હતું.