સવારે ફુદીનાનું સેવન પેટની સમસ્યામાંથી આપશે રાહત
ફૂદીનો એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીફંગલ ગુણ ધરાવે છે
દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં ફુદીનો અવશ્ય ઉગાડવો જોઈએ. ફુદીનો એક ઔષધી છે અને તેના સેવનથી ઘણી સમસ્યાઓમાં રાહત પણ મળે છે. રોજ સવારે ખાલી પેટે ફુદીનો ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. ફુદીનો ખાલી હિલીંગ માટે જ નહિ પરંતુ ગુણોથી ભરપુર હોય છે જે ઘણી રીતે ઉપયોગી છે શરીરને.., આવો જાણીએ..
ફુદીનાને ચાવવાથી થાય છે ઘણા ફાયદા. ફૂદીનો એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી ફંગલ ગણાય છે જેનાથી પેટને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે.
1. ફુદીનો એન્ટીબેક્ટેરિઅલ ગુણ હોય છે તેથી સવારે ખાલી પેટ તેના પાન ચાવવાથી પેટમાં રહેલ અશુદ્ધિઓ દુર થાય થાય છે તેથી પેટને લગતી સમસ્યાઓમાં રાહત આપે છે.
2. એસીડીટીની સમસ્યામાં ખાલી પેટ ફુદીનો ચાવવાથી પણ રાહત રહે છે. ફૂદીનામાં કુલીંગ અને ખાસ એન્ટી ઓક્સીડ્ન્ટ હોય છે જે શરીરના પીએચને બેલેન્સ કરે છે અને શરીરમાં એસીડ ઉત્પન્ન કરતા સ્ત્રાવને ઓછો કરે છે.
3. મોઢામાં ચાંદુ પડવાની સમસ્યામાં પણ રાહત આપે છે. મોઢામાં ચાંદા પેટમાં ગરમી વધવાને લીધે થાય છે, તે ઉપરાંત પણ ઘણીવાર ફૂડ ફંક્શન અથવા ઓરલ ઇન્ફેકશનના લીધે પણ જે તકલીફ થાય છે તેમાં રાહત આપે છે. મોઢામાં ચાંદાની સમસ્યાને દુર કરે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધને પણ અટકાવે છે.
4.સ્કીનને ચમકતી રાખવામાં પણ ફૂદીનો ઉપયોગી છે. ફુદીનો લોહીની અશુદ્ધિઓ દુર કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને રેગ્યુલેટ કરે છે જેનાથી સ્કીનના ડાઘા દુર થયા છે અને સ્કીનમાં ચમક દેખાય છે.
ફુદીનાના પાનને કાચા ચાવી શકાય છે સાથે તેને ચા સાથે કે ચટણી બનાવીને પણ ઉપયોગમાં લઈ શકાય છે.