નવી દિલ્હી,તા. 1 ઓગસ્ટ, 2023, મંગળવાર
દર વર્ષે મોટી સંખ્યામાં લોકો કેન્સરનો શિકાર બની રહ્યા છે. ICMR અનુસાર, ભારતમાં વર્ષ 2022માં કેન્સરના 14.6 લાખ કેસ નોંધાયા હતા, જે 2025 સુધીમાં વધીને 15.7 લાખ થઈ શકે છે.
આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે. ગયા વર્ષે જ લગભગ 8 લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. કેન્સર થવાના મુખ્ય કારણોમાં ખરાબ આહાર, વાયુ પ્રદૂષણ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ છે. દરરોજ આપણે આવી ઘણી વસ્તુઓ કરીએ છીએ, જે કેન્સરને પ્રોત્સાહન આપી શકે છે. આમાંથી એક ટૂથપેસ્ટ અને શેમ્પૂનો ઉપયોગ છે. એવું માનવામાં આવે છે કે, બંને ઉત્પાદનોનો ઉપયોગ કરવાથી કેન્સર વધી શકે છે.
શું ટૂથપેસ્ટથી કેન્સર થાય છે
યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે, ટૂથપેસ્ટમાં ટ્રાઈક્લોસન કમ્પાઉન્ડ જોવા મળે છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે. આ એક એવું પ્રોડક્ટ છે જે શરીરમાં કેન્સરનું કારણ બને છે તે પરિબળને સક્રિય કરે છે.
ઘણી ટૂથપેસ્ટમાં ટ્રાઈકોસનનું ઉચ્ચ સ્તર હોય છે, જે કેન્સરનું કારણ બની શકે છે. નિષ્ણાતો મુજબ, ટૂથપેસ્ટમાં જોવા મળતા ટ્રાઇકોસેન આંતરડામાં રહેલા ગુડ બેક્ટેરિયાને નુકસાન પહોંચાડે છે. જેના કારણે આંતરડાનું કેન્સર ફેલાઈ શકે છે.
શું શેમ્પૂથી પણ કેન્સર થાય છે?
એક્સપર્ટ મુજબ, ડ્રાય શેમ્પૂ તેનું કારણ હોઈ શકે છે. ડ્રાય શેમ્પૂમાં બેન્ઝીન નામનું કેમિકલ જોવા મળે છે, જે શેમ્પૂના ઉપયોગ દરમિયાન કેમિકલ બોડીમાં જાય છે અને બ્લડ કેન્સરનું જોખમ વધારી શકે છે. આ જ કારણ છે કે થોડા મહિનાઓ પહેલા એફડીએએ યુએસ માર્કેટમાંથી ઘણા બ્રાન્ડના ડ્રાય શેમ્પૂ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ એવા શેમ્પૂ હતા, જેમાં વધુ બેન્ઝીન મળી આવ્યું હતું. નિષ્ણાતોના મતે ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરતી વખતે વાળને ભીના કરવા પડે છે. તે સ્પ્રે જેવું છે. તેમાં બેન્ઝીન વધુ જોવા મળે છે, જેના કારણે તે કેન્સરનું કારણ બની શકે છે. તેથી તેનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઈએ.


