શું આપણે દરરોજ ગોળની ચા પી શકીએ ? જાણો તેને પીવાના ફાયદા
Image Source: Freepik
અમદાવાદ, તા. 02 ઓગસ્ટ 2023 બુધવાર
ગોળની ચા આજથી નહીં વર્ષોથી આપણા ઘરોમાં પીવામાં આવે છે. લોકો કહેતા હતા કે ખાંડવાળી ચા ની તુલનામાં આ વધુ ફાયદાકારક છે અને આપણે સૌ એ તેનું સેવન કરવુ જોઈએ. આ સિવાય લોકોનું પણ એ માનવુ હતુ કે ગોળની ચા પીવાથી તમારા શરીરનું તાપમાન સંતુલિત રહે છે, ડાયાબિટીસની સમસ્યા રહેતી નથી અને આ ઈમ્યુનિટી વધારે છે. આ સિવાય ગોળની ચા ને પીવી તમારા મેટાબોલિક રેટને પણ વધારે છે અને તમને ઘણી સમસ્યાઓથી પણ બચાવી શકે છે.
ગોળની ચા પીવાના ફાયદા
1. વજન ઘટાડવામાં મદદરૂપ
જો તમે તમારુ વજન ઘટાડવા માંગો છો તો તમારે દરરોજ ગોળની ચા પીવી જોઈએ. આવુ કરવુ તમને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. ગોળની ચા સૌથી પહેલા તો તમારા શરીરમાં શુગર સ્પાઈકને રોકે છે અને શુગર મેટાબોલિઝ્મને શ્રેષ્ઠ બનાવે છે.
2. માઈગ્રેનની સમસ્યામાં કારગર
માઈગ્રેનની સમસ્યામાં પણ ગોળની ચા ફાયદાકારક હોઈ શકે છે. માઈગ્રેનમાં તમારે તે વસ્તુઓનું સેવન કરવુ જોઈએ જે એન્ટીઈન્ફલેમેટરી ગુણોથી ભરપૂર છે અને તમને રાહત આપવામાં મદદ કરે. દરમિયાન ગોળની ચા પીવી માઈગ્રેનની સમસ્યાથી રાહત અપાવી શકે છે. પોતાની ડાયટમાં આ ચા ને સામેલ કરો. આ માઈગ્રેનને ટ્રિગર કરવાથી પણ રોકવામાં મદદરૂપ છે.
3. પેટ ફૂલવાની સમસ્યાને ઘટાડે છે
પેટ ફૂલવાની સમસ્યાને ઘટાડવામાં ગોળની ચા ને પીવી ઘણા પ્રકારે ફાયદાકારક છે. બ્લોટિંગ બે કારણોથી થાય છે પહેલુ તો હોર્મોનલ તકલીફના કારણે અને બીજુ ખરાબ પાચનતંત્રના કારણે થઈ શકે છે. દરમિયાન ગોળની ચા પીવી હોર્મોનલ હેલ્થને યોગ્ય કરીને પેટમાં સોજાને રોકી શકે છે. બીજુ, આ ચા પાચનતંત્રને સારુ રાખવામાં મદદરૂપ છે જેનાથી તમે બ્લોટિંગની સમસ્યામાંથી બચી શકો છો.
શું આપણે દરરોજ ગોળની ચા પી શકીએ ?
જો તમે ડાયાબિટીસના દર્દી નથી તો તમે દરરોજ ગોળની ચા પી શકો છો કેમ કે આ નુકસાનકારક નથી અને ખાંડની તુલનામાં તો શરીર માટે સારો વિકલ્પ જ છે.