શું સ્પર્શ કરવાથી કે સાથે ખાવાથી ફેલાય છે ટીબી? જાણો શું છે તેના લક્ષણો અને સારવાર
લેટેન્ટ ટીબીના કોઈ લક્ષણ હોતા નથી તે ચામડી અથવા બ્લડ ટેસ્ટ કરાવવાથી જાણી શકાય છે.
એક્ટીવ ટીબી 3 અઠવાડિયામાં મોટા ભાગે કફ બનવાનું શરુ થઈ જાય છે.
Image Envato |
તા. 24 માર્ચ 2023, શુક્રવાર
સમગ્ર દુનિયામાં 24 માર્ચના રોજ વર્લ્ડ ટ્યુબરક્લોસિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ટીબીની બીમારી સામે દરેક લોકોએ જાગૃત કરવા એ જ મુખ્ય ઉદ્શય છે. ટીબી માઈક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ નામના બેક્ટેરિયાના કારણે ફેલાય છે. આ એક બેક્ટેરિયસ સંક્રમણ છે જે ફેફસાને અસર કરે છે. અને તે મગજ અને કરોડરજ્જુ જેવા ભાગોમા વધારે ફેલાય છે. આજે વર્લ્ડ ટીબી દિવસ પર આવો જાણીએ કે ટ્યુબરક્લોસિસ થવાના મુખ્ય લક્ષણો શુ છે અને આ રોગથી કેવી રીતે બચી શકાય છે.
2 પ્રકારે થાય છે ટીબી
ટ્યુબરક્લોસિસ બે પ્રકારે થાય છે. પહેલુ છે લેટેંટ ટીબી જેમા લોકો સામાન્ય રીતે બીમાર પડતા હોય છે તેવી જ લાગે છે. આમા શરીરમાં કિટાણુ હોય છે. પરંતુ તમારી ઈમ્યુનિટી સિસ્ટમ તેને ફેલાવતા બચાવે છે. તે સંક્રામિત નથી હોતા અને તેના લક્ષણો સામાન્ય રીતે દેખાતા નથી. જો કે શરીરમાં હોવાથી તે ક્યારેય પણ એક્ટીવ થઈ શકે છે. બીજી રીતના ટીબીને એક્ટીવ ટીબી કહેવામાં આવે છે. આમાં કીટાણુઓ ખૂબ જલ્દી શરીરમાં ફેલાય છે જેનાથી તમે બીમાર પડી જાઓ છો. અને એક્ટીવ ટીબી સંક્રામણ તરીકે ઓળખવામાં આવે છે.
ટીબીના મુખ્ય લક્ષણો
લેટેન્ટ ટીબીના કોઈ લક્ષણ હોતા નથી. ચામડી અથવા બ્લડ ટેસ્ટ કરાવવાથી ખબર પડી શકે છે. તેમજ એક્ટીવ ટીબી 3 અઠવાડિયામાં મોટા ભાગે કફ બનવાનું શરુ થઈ જાય છે. છાતીમા દુખવુ, ખાંસીમા લોહી નિકળવું, થાક લાગવો, રાતના પરસેવો થવો, ઠંડી લાગવી, તાવ આવવો, ભુખ ના લાગવી વજન ઘટી જવુ આ તેના મુખ્ય લક્ષણ છે.
ટીબીની સારવાર
ટીબીના સારવાર માટે શરુઆતના સમયમાં જરુરી પરેજી પાળવી જરુરી છે. દર્દીની સારવાર દરમ્યાન તેને ખૂબ પોષ્ટીક ખાવાનુ લેવુ જોઈએ, આ સાથે તેને એક્સસાઈઝ કરવી જોઈએ, યોગ કરવા અને સામાન્ય જીદંગી જીવવુ જોઈએ. સમયાંતરે ડોક્ટરોની સલાહ લેવી જોઈએ. તો 6 થી 9 મહીના સુધી કેટલાક પ્રકારની દવા લેવી જરૂરી છે. જે ટીબીનો ઈલાજ થઈ શકે છે.