Get The App

જાણો, બ્રાઉન રાઇસથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે...

Updated: Feb 12th, 2021

GS TEAM

Google News
Google News
જાણો, બ્રાઉન રાઇસથી સ્વાસ્થ્યને થતાં ફાયદાઓ વિશે... 1 - image

નવી દિલ્હી, તા. 12 ફેબ્રુઆરી 2021, શુક્રવાર

મોટાભાગના લોકો ચોખા પસંદ કરતા હોય છે, પરંતુ ઘણીવાર વજન ડરવાના ડરથી તેને ખાતા નથી. એવામાં બ્રાઉન રાઇસ તમારા માટે સારો વિકલ્પ હોઇ શકે છે. બ્રાઉન રાઇસ સ્વાસ્થ્ય માટે કેટલીય રીતે ફાયદાકારક હોય છે. જો તેની સરખામણી સફેદ ચોખાથી કરવામાં આવે તો આ વધારે કેટલાય ઘણુ વધારે પૌષ્ટિક હોય છે. આ સાથે જ કેટલીય બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદરૂપ પણ થાય છે. તેમાં મેગેનીઝ, ફૉસ્ફરસ, સેલેનિયમ અને આયર્નનું ભરપૂર પ્રમાણ મળી આવે છે. કેલોરી ઓછી હોવાની સાથે તેના કેટલાય ફાયદા પણ છે. 

ડાયાબિટીસથી બચવામાં મદદરૂપ થાય છે

એક રિપોર્ટ અનુસાર કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બ્રાઉન રાઇસ જેવા અનાજનું પ્રત્યેક દિવસ સેવન ટાઇપ 2 ડાયાબિટીસથી બચાવ કરવામાં મદદરૂપ થાય છે. સફેદ ચોખાની સરખામણીમાં બ્રાઉન રાઇસમાં ઓછુ ગ્લાઇસેમિક ઈન્ડેક્સ હોય છે. જેના કારણે બ્લડ શુગર લેવલ વધતું નથી. 

હૃદયને તંદુરસ્ત રાખે છે

એક રિપોર્ટ અનુસાર બ્રાઉન રાઇસ હૃદયના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખે છે. આ ફાઇબર અને ફાયદાકારક પોષકતત્ત્વથી ભરપૂર છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આજકાલ હૃદય સંબંધિત બીમારીઓ યુવાનોમાં પણ જોવા મળી રહી છે. એવામાં ખૂબ જ જરૂરી છે કે કોલેસ્ટ્રોલ સંતુલનમાં રાખવામાં આવે. નહીં તો આ તમારી નસોને બ્લોક કરી દે છે અને હૃદયની બીમારીઓનું કારણ બને છે. બ્રાઉન રાઇસના પાણીમાં અનસેચ્યુરેટેડ ઑઇલ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. 

મગજને સ્વસ્થ રાખે છે

આજની ભાગદોડ ભર્યા જીવનમાં આપણે કેટલાય પ્રકારની માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેનાથી કેટલીય માનસિક બીમારીઓનું જોખમ રહે છે. બ્રાઉન રાઇસમાં મેગેનીઝ રહેલુ હોય છે. આ પોષકતત્ત્વ તે ફેટી એસિડ અને હૉર્મોન્સના નિર્માણમાં મદદ કરે છે, જે નર્વસ સિસ્ટમને ફાયદો પહોંચાડે છે. 

વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

સફેદ ચોખાની સરખામણીમાં બ્રાઉન રાઇસમાં કેલોરીઝ ઘણુ ઓછુ હોય છે. એવામાં આ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. બ્રાઉન રાઇસમાં ફાઇબર સૌથી વધારે પ્રમાણમાં હોય છે, જે મેટાબૉલિઝ્મને સ્વસ્થ બનાવી રાખે છે.