Get The App

સ્થૂળતા જ નહીં ફાસ્ટ ફૂડથી થાય છે શરીરને આ 5 ગંભીર નુકસાન

Updated: Jul 26th, 2019

GS TEAM

Google News
Google News
સ્થૂળતા જ નહીં ફાસ્ટ ફૂડથી થાય છે શરીરને આ 5 ગંભીર નુકસાન 1 - image


અમદાવાદ, 26 જુલાઈ 2019, શુક્રવાર

ફાસ્ટ ફૂડ સ્વાસ્થ્ય માટે સારું નથી તે વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેનું સેવન કરવાનું ટાળી શકતા નથી. સામાન્ય રીતે લોકો માને છે કે જંક ફૂડ ખાવાથી સ્થૂળતા વધે છે. પરંતુ તેનાથી શરીરને અન્ય ગંભીર નુકસાન પણ થાય છે તેનાથી લોકો અજાણ છે. કયા કયા છે આ રોગ ચાલો જાણી લો તમે પણ. 

શરીર પર સોજો

પિઝ્ઝા, બર્ગર અને ફ્રાઈડ સ્નેક જેમાં નમકનું પ્રમાણ વધારે હોય તેને ખાવાથી વ્યક્તિનું બ્લડ પ્રેશર વધે છે અને શરીરમાં વોટર રિટેંશન, સોજા અને સુસ્તી જેવી સમસ્યાઓ થાય છે. 

ત્વચાને નુકસાન

ફાસ્ટફૂડનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ નુકસાન થાય છે. ફાસ્ટ ફૂડ ખાવાથી વ્યક્તિને ચહેરા પર ખીલ, ડાઘ થઈ શકે છે. ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી શરીરમાં હોર્મોનનું સંતુલન જળવાતું નથી. તેની અસર ત્વચા પર દેખાવા લાગે છે. 

અનિંદ્રા

સ્વાદિષ્ટ લાગતા ફાસ્ટ ફૂડ ઊંઘ માટે બરાબર નથી. ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી ન્યૂરોકેમિકલ પ્રોસેસ પ્રભાવિત થાય છે અને તેનાથી વ્યક્તિને અનિંદ્રા અને સ્વભાવમાં ચિડીયાપણું આવે છે.

ખરતા વાળ

ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી સૌથી વધારે નુકસાન વાળને થાય છે. પ્રોસેસ્ડ અને જંક ફૂડ ખાવાથી વાળને પર્યાપ્ત માત્રામાં પોષક તત્વ મળતા નથી અને તેના કારણે વાળ ખરવા લાગે છે અને રુક્ષ થઈ જાય છે. 

ડાયાબિટીસ

ફાસ્ટ ફૂડમાં ખાંડનું પ્રમાણ વધારે હોય છે જે શરીરમાં બ્લડ સુગર લેવલ વધારે છે. તેના કારણે ડાયાબિટીસ કે અન્ય બીમારી થઈ શકે છે. 


Tags :