સૂવાની આ 4 રીત છે બેસ્ટ, શરીરને થાય છે અનેક લાભ
અમદાવાદ, 26 જુલાઈ 2019, શુક્રવાર
સ્વાસ્થ્ય સારું રહે તે માટે 7થી 8 કલાકની ઊંઘ કરવી જરૂરી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે સારી ઊંઘ આવે તે માટે જરૂરી છે કે તમે યોગ્ય પોઝિશનમાં સુવું. સ્લીપિંગ પોઝિશનથી પણ સ્વાસ્થ્ય પર અસર થાય છે. તો ચાલો જાણી લો કે સુવાની કઈ રીત સ્વાસ્થ્ય માટે લાભકારી છે.
ગોઠણમાં તકીયો
બે ગોઠણ વચ્ચે તકીયો રાખી સુવાની ટેવ પગ માટે આરામદાયક રહે છે. આમ તો આ આદત કોઈને હોય તો તેને લોકો ટોકતા હોય છે. પરંતુ આ આદત સારી રહે છે.
માથા નીચે બે તકીયા
સાઈનસની સમસ્યા હોય તો રાત્રે સૂતી વખતે માથા નીચે બે તકીયા રાખી સુવું જોઈએ.
પગની નીચે તકીયા
માસિકની સમસ્યા દૂર કરવા માટે પગની નીચે તકીયા રાખવા જોઈએ. ગોઠણની નીચે તકીયા રાખવાથી પગનો અને પીઠનો દુખાવો દૂર થાય છે.
ઊંધું સુવું
હાઈ બીપીની તકલીફ હોય છે. ઊંધું થઈને સુવું જોઈએ.