Get The App

કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ પૌષ્ટિક હોય છે

- આંબાના પાંદડા કાનથી લઇને પેટના દુખાવા સુધીની કેટલીય સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી છૂટકારો અપાવે છે

Updated: Jun 17th, 2020

GS TEAM

Google News
Google News
કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ પૌષ્ટિક હોય છે 1 - image

નવી દિલ્હી, તા. 17 જૂન 2020, બુધવાર 

ગરમીઓની ઋતુમાં કેરી ખાવી કોને ન ગમે. તેમાં વિટામિન-A, વિટામિન C અને આ ઉપરાંત કૉપર, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે માત્ર કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ તેટલા જ લાભદાયી હોય છે. તેનો હર્બલ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આંબાના નવા પાંદડા લાલ હોય છે જ્યારે જૂના થવા પર આ પાંદડા ડાર્ક ગ્રીન કલરના થઇ જાય છે અને ધીમે-ધીમે તે પીળા રંગના થવા લાગે છે. આ પાંદડાઓમાં એન્ટીઑક્સિડેન્ટના ગુણ પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે. જાણો, આંબાના પાંદડાઓથી થતા ફાયદાઓ વિશે... 

કિડની સ્ટોન્સ (પથરી)ને દૂર કરે

કિડનીમાં જમા થતા સ્ટોન્સમાં પણ રાહત અપાવે છે. આંબાના પાનને ક્રશ કરીને તેને રાતભર પાણીમાં રહેવા દો. ત્યારબાદ સવારે ઉઠીને આ પાણી પી જાઓ તેનાથી કિડનીમાં થતા સ્ટોન નષ્ટ થઇ જાય છે. 

શ્વાસ સંબંધિત બીમારીઓથી રાહત 

કોલ્ડ, બ્રોંકાઇટિસ અને અસ્થમા જેવી બીમારીઓ માટે આંબાના પાંદડા ઘણા અસરકારક સાબિત થાય છે. આંબાના કેટલાક પાંદડાઓને પાણીમાં ઉકાળી લો અને તેમાં થોડુક મધ મિક્સ કરો હવે આ પાણી પી જાઓ. તેનાથી ગળાને પણ રાહત મળે છે.  

પેટ સાફ રહે છે

પેટ ખરાબ થવાની સમસ્યામાં પણ આંબાના પાંદડા એક રામબાણ ઇલાજની જેમ કામ કરે છે. આંબાના પત્તાને સુકવીને તેનો પાઉડર બનાવી લો. ત્યારબાદ આ પાઉડરને પાણીમાં મિક્સ કરીને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. નિયમિત પણે તેને પીવાથી પેટના બધા ટૉક્સિન્સ નિકળી જાય છે અને તમારું પેટ સાફ થઇ જાય છે. 

કેરી જ નહીં પરંતુ આંબાના પાન પણ પૌષ્ટિક હોય છે 2 - image

કાનના દુખાવામાં રાહત મળે છે

આંબાનાં પાન કાનના દુખાવવામાં પણ રાહત અપાવે છે. કાનનો દુખાવો ખૂબ જ અસહનીય હોય છે. આંબાના પાંદડાને નિચોવીને તેનો જ્યુસ નિકાળી લો અને તેના ટીપા કાનમાં નાંખો તેનાથી કાનના દુખાવામાં ઝડપી રાહત મળે છે. ધ્યાન રાખો તેનો ઉપયોગ કરતા પહેલા જ્યુસને ગરમ કરી લો. 

દાઝી જવા પર રાહત આપે છે

જે જગ્યાઓ પર તમારી ત્વચા દાઝી ગઇ છે ત્યાં આંબાના પાન રાખો તેનાથી ત્વચાને ફાયદો થાય છે અને બળતરામાં પણ રાહત મળે છે. 

હિચકી બંધ કરે છે

આંબાના પત્તા હિચકી પણ બંધ કરે છે. આ પત્તા ગળાની અન્ય સમસ્યા અને હિચકી આવવાની આદતને ખત્મ કરે છે. આંબાના કેટલાક પાંદડાને સળગાવીને તેનો ધુમાડો શ્વાસ મારફતે અંદર લો. તેનાથી ગળાની સમસ્યા ખતમ થઇ જાય છે અને હિચકી પણ બંધ થઇ જાય છે. 

થાક દૂર કરે

બેચેની અને થકાવટમાં રાહત આપે છે. આંબાના કેટલાક પાંદડાઓને પોતાના ન્હાવાના પાણીમાં નાંખી દો અને તેનાથી સ્નાન કરો. તેનાથી શરીર રિફ્રેશ ફીલ કરશે. આ સાથે જ થકાવટ તેમજ બેચેનીથી પણ રાહત મળે છે. આ તકલીફોથી છૂટકારો મેળવવાના ઘરેલૂ ઉપચાર તરીકે આંબાના પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે.

Tags :