એક્સપર્ટ એડવાઈઝ, ઉપવાસમાં ખાઓ શિંગોડાનો લોટ, થશે ચમત્કારી ફાયદા
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર 2018, સોમવાર
ઉપવાસમાં ઘણાં લોકો શિંગોડા(કુટ્ટૂ)ના લોટની પૂરી, રોટલી, પરોઠાં કે ટિક્કી ખાવાનું બહુ પસંદ કરે છે. આનાથી પેટ તો ભરાય છે સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ ઓપ્શન છે.
જો કે જે વસ્તુના લાભ છે તેના ગેરલાભ પણ છે. જો શિંગોડાનો લોટ બજારમાંથી લેતાં હોવ તો ધ્યાન રાખજો કારણ કે બહુ જુનો લોટ હોય તો તબિયત બગડી શકે છે. આજે આપણે આ લોટના સેવનથી શું લાભ થાય છે એ જાણીશું.
શિંગોડાના લોટના ફાયદા
શક્તિથી ભરપૂર: વ્રતમાં ઘણાં લોકોની તબિયત લથડવા લાગે છે તો કેટલાકની એનર્જી ઓછી થઈ જાય છે. આવામાં જો ફળાહારમાં શિંગોડાનો લોટ શામેલ કરી લેવામાં આવે તો તરત એનર્જી મળી જાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી: આ લોટમાં કાર્બોહાઈડ્રેટ અને ગ્લાઈસીમક ઇન્ડેક્ટસ બહુ ઓછા હોવાથી ડાયાબિટિસના પેશન્ટ માટે આ લોટ બહુ લાભદાયી છે. આનાથી બ્લડ શુગરનું લેવલ સામાન્ય રહે છે.
બ્લડપ્રેશરને મેન્ટેન કર છે: આ લોટમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે વધેલા બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદ રે છે. આનાથી બીપી ઓછું કરવામાં મદદ મળે છે.
પેટની તકલીફને દૂર રાખે: લોકો ઉપવાસના નામે ઢગલો તળેલી વસ્તુઓ ખાય છે જેનાથી કજિયાત થઈ શકે છે પરંતુ આ લોટમાં સ્ટાર્ચ હોવાથી તેને ખાનારને પેટની તકલીફ થતી નથી.
કોલેસ્ટ્રોલમાં ઘટાડો: શિંગોડાના લોટમાં વિટામિન, આયરન, મેગ્નેશિમ, ફોસ્ફરસ વગેરેની ભરપૂર પ્રમાણમાં હાજરી બ્લડમાં ઑક્સીજનના પ્રવાહને વધારે છે. આના સેવનથી કોલેસ્ટ્રોલને લગતી તકલીફો દૂર થાય છે.