Get The App

ઠંડીમાં પીવો જાસુદના ફૂલની ચા, સ્વાસ્થ્ય માટે છે ખુબ લાભકારી

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
ઠંડીમાં પીવો જાસુદના ફૂલની ચા, સ્વાસ્થ્ય માટે છે ખુબ લાભકારી 1 - image

અમદાવાદ, તા. 20 જાન્યુઆરી 2020, સોમવાર

શિયાળાની ઋતુ બેસી જતા રાત્રીના ઠંડી સાથે સવારે ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. મોટાભાગે લોકો સવારે ઉઠતાની સાથે જે એક કપ ગરમ ચા પીવે છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં ચા વગર સવાર નથી પડતી. કેટલાક લોકો વજન ઓછું કરવા ગ્રીન ટી પીવે છે. પણ તમે ક્યારે જાસુદના ફૂલની ચા પીધી છે? જાસૂદના ફૂલની ચાપ સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. આવો જાણીએ કે જાસૂદનું ફૂલ સ્વાસ્થ્ય માટે કેટલું લાભકારી છે.

જાસુદનો છોડ ભારતમાં લગભગ દરેક સ્થળે મળી જાય છે. પણ ઘણા લોકો તેના ઉપયોગની જાણકારીથી અજાણ છે. જાસુદ (Hibiscus)નું ફૂલ દેખાવમાં જેટલું સુંદર હોય છે એટલું જ ગુણથી ભરપુર પણ હોય છે. આયુર્વેદ મુજબ તેનું ફૂલ ઘણું ઉપયોગી હોય છે.

જાસૂદના ફૂલની ચા ખુબ જ જલ્દી બની જાય છે કારણ તેમાં દૂધ કે ખાંડ ઉમેરવામાં આવતી નથી. તે વજન ઘટાડવાની સાથે સાથે કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે અને હ્રદયની બીમારીથી બચાવે છે. આ ઉપરાંચ તેને પીવાથી ચામડીનો વાન પણ નીખરે છે.
જાસૂદની ચામાં વિટામીન, મિનરલ્સ, ફાયબર, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. જાસૂદના ફૂલમાં રહેલા તત્વોના કારણે તણાવ ઓછું કરે છે જેના કારણે તમારું મગજ શાંત રહે છે. તેને પીવાથી ડિપ્રેશન દૂર થાય છે.

દરરોજ એક કપ જાસૂદના ફૂલની ચા પીવાથી બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે છે. આ ઉપરાંત લીવર સંબંધી બીમારીમાં પણ રાહત મળે છે. જાસૂદની ચા બનાવા માટે સુકા ફૂલના પાંદડાને ગરમ કે પછી ઠંડા પાણીમાં નાખીને પી શકાય છે. પાણીમાં સુકા પાંદડા પડતા તેનો રંગ લાલ થઇ જાય છે.

ઝેરી તત્ત્વોનું દુશ્મન -જાસુદ

જાસુદના ફૂલ ઘણા રોગોમાં કારગત નીવડે છે. જાસૂદને ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રત કરે છે. લિવરમાંથી ઝેરી તત્વોને બહાર ફેંકી દેવામાં પણ જાસુદ મદદ કરે છે. જાસુદમાં રહેલ વિટામિન-સી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

જાસુદના લાલ કૂલને પીસીને વાળમાં લગાવો. અને અડધા કલાક બાદ માથું ઘોઈ લો. જાસૂદના તેલથી વાળના મૂળમાં મસાજ કરવાથી પણ ફાયદો છે.
Tags :