મહિલાઓ માટે લાભકારી હોય છે કાચું પપૈયું, જાણો 5 મહત્વના લાભ
અમદાવાદ, 16 જુલાઈ 2019, મંગળવાર
પાકુ પપૈયું ખાવાથી થતા લાભ વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કાચું પપૈયું મહિલાઓ માટે સૌથી વધારે લાભકારી હોય છે. કાચું પપૈયું ખાવાથી શરીરમાંથી ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકાય છે. કાચા પપૈયામાં વિટામિન, એંજાઈમ, ન્યૂટ્રિએંટ્સ હોય છે જે પેટની સમસ્યાને દૂર કરે છે. તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ હોય છે. પપૈયાનું સેવન કરવાથી અનેક લાઈલાજ બીમારી પણ દૂર થઈ જાય છે.
1. કાચા પપૈયાનું સેવન કરવાથી મહિલાઓને લાભ થાય છે. તેનાથી શરીરમાં ઓક્સીટોસિન અને પ્રોસ્ટાગ્લેંડીનનું સ્તર વધે છે. કાચું પપૈયું ખાવાથી મહિલાઓના ગર્ભાશયમાં સંકુચન આવે છે જેના કારણે માસિક સમય થતી દુખાવાની સમસ્યા દૂર થાય છે.
2. ડાયાબિટીસ હોય તો નિયમિત રીતે પપૈયાનું જ્યૂસ પીવું જોઈએ તેનાથી રક્તમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે અને શરીરમાં ઈન્સુલિનની માત્રા વધે છે.
3. કાચા પપૈયામાં ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે જે કબજિયાત દૂર કરે છે. તેનાથી પેટમાં ગેસ બનતી અટકે છે અને પાચનક્રિયા સુધરે છે.
4. કાટા પપૈયાના બીમાં વિટામિ એ, સી,, ઈ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પપૈયાથી શરદી, ઉધરસ અને ઈંફેકશન દૂર થાય છે.
5. કાચા પપૈયાનું સેવન કરવાથી વિટામીનની ખામી દૂર થાય છે. મહિલાઓ કાચા પપૈયાનો ઉપયોગ કરે તો દૂધ વધે છે જે સ્તનપાન કરાવતી મહિલા માટે લાભકારી હોય છે.