Get The App

ગાજર ખાવાના છે અનેક ફાયદા, આંખ અને ત્વચાની વધારશે ચમક

Updated: Dec 31st, 2018

GS TEAM


Google News
Google News
ગાજર ખાવાના છે અનેક ફાયદા, આંખ અને ત્વચાની વધારશે ચમક 1 - image


અમદાવાદ, 31 ડિસેમ્બર 2018, સોમવાર

આંખનું તેજ વધારવું હોય કે ત્વચાની સુંદરતા તેના માટે ગાજરનું સેવન ઉત્તમ ઉપાય છે. શિયાળામાં ગાજર ખાવાથી અનેક ફાયદા થાય છે. ગાજર ખાવાથી માત્ર સુંદરતા વધે છે તેવું નથી તેનાથી અન્ય ફાયદા પણ થાય છે. ગાજરમાં બીટા કેરોટિન, વિટામિન એ, વિટામિન સી, ખનિજ, વિટામિન બી 1 સાથે સાથે એન્ટી ઓક્સિડેંટ હોય છે. જો તમે હાજરનું સેવન રોજ કરો તો તેનાથી તમારા સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ દૂર થાય છે. 

1. ગાજર નિયમિત રીતે ખાવાથી આંખની રોશની સુધરે છે. તેમાં બીટા કેરોટિન હોય છે જે પેટમાં જઈ વિટામિન એમાં પરિવર્તિત થાય છે. આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી હોય છે. ગાજર ખાવાથી રંતાંધણાપણું પણ ઘટે છે. તે મોતિયાની તકલીફને પણ દૂર કરે છે.

2. ગાજરનું સેવન રોજ કરવાથી ફેફસાં, બ્રેસ્ટ અને કોલોન કેન્સરનું જોખમ ઘટે છે. એક માત્ર ગાજર એવું છે જેમાં ફાલ્કેરિનોલ નામનું કીટનાશક હોય છે. અનેક સર્વેમાં જાણવા મળ્યું છે કે ગાજરનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટી જાય છે. 

3. ગાજરનું સેવન કરવાથી ઉંમરની અસર પણ ઓછી દેખાય છે. તે એન્ટી એજિંગ એજન્ટનું કામ કરે છે. તે શરીરની કોશિકાઓની સ્થિતી પણ સુધારે છે. તેનાથી ત્વચા પર કરચલીયો પડતી નથી.

4. ગાજરમાં જે ગુણ હોય છે તેનાથી શરીરમાં કોઈ પ્રકારનો ચેપ લાગતો નથી. તેનું જ્યૂસ પીવાથી લાભ થાય છે.

5. ગાજર ખાવાથી તબીયત સુધરી જાય છે. સૂર્યના તડકાથી થતા નુકસાનને પણ ગાજર દૂર કરે છે. ગાજર ખાવાથી ત્વચા ઉપરાંત વાળ અને નખ પણ સુધરે છે. નિયમિત રીતે ગાજર ખાવાથી ત્વચા અને વાળની ચમક વધે છે.

6. ગાજરના જ્યૂસમાં સંચળ, ધાણાના પાન, શેકેલું જીરું, કાળા મરી અને લીંબૂનો રસ ઉમેરી નિયમિત રીતે પી જવો. તેનાથી પાચન સંબંધી સમસ્યા દૂર થાય છે. 

7. એક સંશોધનમાં સ્પષ્ટ થયું છે કે જે લોકો સપ્તાહમાં પાંચ કે તેનાથી વધારે ગાજરનું સેવન કરે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ ઘટે છે. ગાજર નિયમિત રીતે ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણમાં ઘટે છે.

8. વિટામિન એ શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. ગાજરમાં જે ફાયબર હોય છે તે શરીરમાં કેન્સરની શક્યતાઓને ઘટાડે છે. 

9. ગાજર ખાવાથી દાંત પણ સારા રહે છે. દાંત સાફ કરવા ઉપરાંત ગાજરથી શ્વાસ સ્વચ્છ થાય છે અને પેઢા મજબૂત થાય છે.

10. જો શરીર પર દાઝી ગયા હોય તો તેના પર ગાજરનો રસ લગાવવો. જો ખંજવાળીની તકલીફ હોય તો ગાજર ખમણી અને ત્યાં લગાડવું. 


Tags :