Get The App

સવારે ખાલી પેટ આ રીતે પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે

- જાણો, પાણી કઇ સમસ્યાઓમાં રામબાણ ઇલાજ તરીકે ઉપયોગી સાબિત થશે

Updated: Oct 26th, 2020

GS TEAM

Google News
Google News
સવારે ખાલી પેટ આ રીતે પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે 1 - image

નવી દિલ્હી, તા. 26 ઑક્ટોબર 2020, સોમવાર 

સવારે ખાલી પેટ હુફાળું ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી અને ગુણકારી છે. તમામને સમગ્ર દિવસમાં ઓછામાં ઓછું પાંચવાર ગરમ પાણી પીવું જ જોઇએ અને આમ પણ કોરોના કાળમાં ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે. સામાન્ય રીતે પાણી ગુણકારી હોય છે, કારણ કે જો તમે થાક અથવા નબળાઇ અનુભવી રહ્યા છો તો તમારા માટે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. તેનાથી ઘણો ફાયદો મળશે. જો વાત કરીએ હુંફાળા પાણીની તો તે પણ શરીર સાથે સંકળાયેલ અનેક બીમારીઓને દૂર કરે છે. જો કે ગરમ પાણી દિવસમાં કોઇ પણ સમય અને ક્યારેય પણ પીવું લાભદાયી જ હોય છે, પરંતુ જ્યારે તમે તેને સવારે ખાલી પેટ પીશો તો તેના વધુ લાભ મેળવી શકાય છે. 

ગરમ પાણી પેટને સાફ કરે છે

સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ થઇ જશે, તેનાથી તમે તાજગીનો અનુભવ કરશો. તમારું મન દિવસભર તણાવમુક્ત રહેશે, કારણ કે પેટની સમસ્યાઓથી જ આપણા શરીરમાં ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. 

ભૂખ ન લાગવાની ફરિયાદને દૂર કરે છે

કેટલાય લોકોને ભૂખ ન લાગવાની ફરિયાદ રહે છે. આ સમસ્યા મોટાભાગે પેટ સાફ ન હોવાને કારણે જ થાય છે. ભૂખ ન લાગવા પર ગરમ પાણીમાં લીંબૂના રસની સાથે મીઠુ તેમજ બ્લેક પેપર નાંખીને પીઓ, તેનાથી ચોક્કસપણે તમને ફાયદો થશે. 

વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે

ગરમ પાણી વધતા વજનને પણ ઘટાડવા માટે રામબાણ ઉપાયની જેમ કામ કરે છે. તેના દરરોજના ઉપયોગથી તમે પણ પોતાના વધતા વજનથી છૂટકારો મેળવી શકો છો. ગરમ પાણીના સેવનથી વજન ઓછું કરવામાં મદદ મળી શકે છે. 

ચહેરાની રોનક જળવાઇ રહે છે

ગરમ પાણી પીવાથી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરાની રોનક પણ હંમેશા જળવાઇ રહે છે. ગરમ પાણીનું સેવન તમારા વાળને પણ જલ્દી સફેદ થતાં અટકાવવામાં મદદરૂપ થઇ શકે છે. 

થાકમાં રાહત મળે છે

મોટાભાગે તમે જોયું હશે કે કોઇ કામ કર્યા બાદ થાકનો પણ અનુભવ થવા લાગે છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તમારે ગરમ પાણીમાં મધ અને લીંબૂ નાંખીને પીઓ તેનાથી શરીરનો બધો થાક દૂર થઇ જાય છે અને તમે તાજગીનો અનુભવ કરવા લાગશો.