દરરોજ બદામ ખાશો તો બિમારીઓથી દૂર રહેશો!
- બદામ તમારા શરીરમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ બધી ઉણપને દૂર કરે છે
- બદામથી તમારી સ્કિન અને વાળને પણ ફાયદો થશે
અમદાવાદ, 12 માર્ચ 2018, સોમવાર
બદામ એક એવા ડ્રાયફ્રૂટ્સ છે જે ખાલી કોઇ પણ વાનગીને સ્વાદિષ્ટ બનાવવા માટે જ નહીં પરંતુ કેટલીય બીમારીઓથી બચવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. શિયાળામાં બદામ ખાવાની સલાહ તમને બાળપણથી આપવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે કેમ બદામને તમારી દિનચર્યામાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. જાણો, બદામ ખાવાની સલાહ કેમ આપવામાં આવે છે?
બદામ તમારી આંખો, વાળ માટે જ નહીં પરંતુ તમારા આખા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. બદામ મુખ્ય રીતે જમ્મૂ-કાશ્મીરમાં મળી આવે છે. બદામ બે પ્રકારની હોય છે પહેલી સ્વીટ અને બીજી વિટર સ્વીટ. સ્વીટ બદામનો મોટાભાગે ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે જ્યારે વિટર સ્વીટનો ઉપયોગ તેલ બનાવવામાં કરવામાં આવે છે.
બદામ ખાવાથી સ્વાસ્થ્ય બને છે
બદામ તમારા શરીરમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ બધી વસ્તુઓની ઉણપ દૂર કરે છે. બદામથી તમારી સ્કિન પણ સારી રહે છે. બદામ યાદશક્તિ વધારવા માટે રામબાણ માનવામાં આવે છે.
હૃદયની બિમારી પણ દૂર કરે છે
બદામ દરરોજ ખાવાથી તમે તમારા હૃદયને સ્વાસ્થ્યવર્ધક રાખી શકો છો. માનવામાં આવે છે કે જે લોકો દરરોજ બદામ ખાય છે તેમને અન્ય લોકોની સરખામણીમાં હૃદયની બિમારી ઓછી થાય છે. બદામમાં રહેલ વિટામિન ઇ એન્ટીઑક્સીડેન્ટનું કામ કરે છે.
કબજિયાતમાં રાહત આપે અને વજન પણ ઓછું કરે
બદામમાં ફાઇબરનું પ્રમાણ પ્રયાપ્ત માત્રામાં હોય છે આ કારણે બદામ ખાવાથી તમને કબજિયાતમાં રાહત મળશે અને તમારું ખાવાનું પણ ઝડપી પચી જશે. બદામ તમારા શરીરને શક્તિ આપે છે. તેમાં વિટામિન બી અને ઝિન્ક તમારી મીઠુ ખાવાની ઇચ્છાને પણ ઓછી કરી દે છે જેનાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધશે નહીં.
બદામ વાળને લગતી સમસ્યામાં પણ મદદરૂપ સાબિત થાય છે
બદામ ખાવાથી વાળને લગતી કેટલીય બિમારીઓ દૂર થઇ જાય છે. ડેન્ડ્રફ, વાળ ખરવા અને માથામાં ખંજવાળ વગેરે જેવી સમસ્યામાં બદામ ખાવાથી ફાયદો મળે છે. બદામમાં કેટલાય હેર ફ્રેન્ડલી પોષક તત્વ હોય છે. જેમાં વિટામિન ઇ, વાયોટિન, મેન્ગેનીઝ, કૉપર અને ફેટી એસિડ્સ સામેલ છે. આ બધી વસ્તુઓ વાળને લાંબા, ભરાવદાર અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.