Get The App

બૉડી ડિટોક્સથી લઇને સ્કિનની સમસ્યાથી છૂટકારો અપાવશે 'હળદરનું પાણી'

- જાણો, દરરોજ વહેલી સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી થતાં લાભ વિશે...

Updated: Jun 14th, 2018

GS TEAM

Google News
Google News
બૉડી ડિટોક્સથી લઇને સ્કિનની સમસ્યાથી છૂટકારો અપાવશે 'હળદરનું પાણી' 1 - image

અમદાવાદ, તા. 14 જૂન 2018, ગુરુવાર

સવારે વહેલા ઉઠીને પાણી પીવાના ફાયદાઓ વિશે તો તને જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો પાણીની સાથે એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી કેટલાય ફાયદા થાય છે.

આપણા વડીલો અથવા ડૉક્ટર હંમેશા એક સલાહ આપે છે કે આપણે સવારે ઉઠતા જ ખાલી પેટ હુંફાળું પાણી પીવું જોઇએ. આમ કરવાથી પેટ સરળતાથી સાફ થઇ જાય છે અને જે લોકોને એસિડિટીની સમસ્યા છે તેમને પણ રાહત મળે છે.

હળદરમાં એન્ટી-સેપ્ટિક ગુણ રહેલો છે. તે શરીરના બાહ્ય તથા અંદરના ઘાવ ભરવામાં મદદરૂપ સાબિત થાય છે. એટલા માટે ભારતીય પરિવારમાં હળદરનું વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે છે. જાણો, હળદરનું પાણી પીવાના ફાયદાઓ વિશે...

બળતરા ઓછી કરે

જે લોકોને હંમેશા બળતરા અથવા એસિડિટીની સમસ્યા રહે છે તેમણે દરરોજ હળદરનું પાણી પીવું જોઇએ. એક અઠવાડિયામાં જ અસર જોવા મળશે. સવારે ઉઠ્યા બાદ હળદરવાળું હુંફાળું પાણી પીવાથી પેટ અને છાતીની બળતરા ઓછી થઇ જાય છે.

આપણામાંથી એવા કેટલાય લોકો છે જેમને રાત્રે વધારે ભોજન કર્યા બાદ સવારે ઉઠતા જ બળતરા થવા લાગે છે અને આ બળતરા આખો દિવસ રહે છે. હળદરનું પાણી તમને આ સમસ્યાથી છૂટકારો અપાવશે.

માનસિક બીમારીઓની સારવાર

માનસિક બિમારીઓને બચાવવા માટે જે બ્રેઇન-ડિરાઇવ્ડ ન્યૂરોટ્રૉફિક ફેક્ટરની આવશ્યકતા હોય છે, તે હળદરમાં રહેલ તત્ત્વથી જ મળે છે. અને જો તે સવારના સમયે જ્યારે મગજ ફ્રેશ હોય છે ત્યારે લેવામાં આવે તો, તે વધારે કામ કરે છે.

કેન્સરથી બચાવે

હળદરનું પાણી એન્ટીઑકિસડન્ટ હોય છે. આ પાણી શરીરમાં તે તત્વોને પેદા થવા દેતું નથી જે કોશિકાઓને નષ્ટ કરવાનું કામ કરે છે.

બૉડી ડિટોક્સ કરે છે

બૉડીને ડિટૉક્સ કરવા માટે ગરમ પાણીમાં લીંબૂ. હળદર પાઉડર અને મધ મિક્સ કરીને પીઓ. આ ડ્રિન્ક શરીરના ઝેરી પદાર્થને બહાર કાઢવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

સંધિવાના રોગમાં ઉપયોગી

હળદરનું પાણી તે લોકો માટે ખૂબ જ રામબાણ સારવાર સાબિત થાય છે જે સંધિવાથી પીડિત છે. વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય સ્તર પર કરવામાં આવેલા અભ્યાસ અનુસાર હળદર સાંધાના દુખાવામાં રાહત અપાવે છે. ખાસકરીને જ્યારે તેનું પ્રવાહી સ્વરૂપે સેવન કરવામાં આવે.

હૃદયને મજબૂત બનાવે છે

હળદરનું પાણી પીવાથી લોહી જમા થતું નથી અને આ સાથે જ તે લોહી શુદ્ધ કરવામાં પણ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ધમનીઓમાં લોહી જામી જવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

લીવરની રક્ષા કરો

હળદરનું પાણી ટૉક્સિક વસ્તુઓથી તમારા લીવરને રક્ષણ આપે છે અને ખરાબ લીવર સેલ્સને ફરીથી ઠીક કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત પિત્તાશયના કામને ઠીક કરવામાં મદદ કરે છે, જેનાથી તમારા લીવરને રક્ષા મળે છે.

શરીરમાં આવતા સોજા દૂર કરે છે

હળદરમાં રહેલ કરક્યૂમિનના કારણે તે સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

સ્કિનની સમસ્યાથી છૂટકારો અપાવે છે

ગરમ પાણીમાં લીંબૂ, હળદર પાઉડર અને મધ મિક્સ કરીને પીવાથી તે શરીરના ઝેરી પદાર્થ બહાર નિકાળવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેને નિયમિતપણે પીવાથી ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ મળે છે જેનાથી શરીર પર ઉંમરની અસર ઓછી અને ધીમે-ધીમે થાય છે.

ડાયાબિટીસનો ઇલાજ

રિસર્ચ અનુસાર હળદરનું સેવન ડાયાબિટીસને કંટ્રોલ કરવાનું કામ કરે છે. હળદરનું પાણી ડાયાબિટીસના વધતા લેવલને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત કિડની માટે પણ લાભદાયી છે હળદરનું પાણી.

કોઇ પણ વસ્તુનું જરૂરતથી વધારે સેવન કરવાથી ફાયદાની જગ્યાએ નુકશાન પણ થઇ શકે છે એટલા માટે તેટલું જ સેવન કરો જેટલું જરૂરી છે.

Tags :