For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ORS બાળકોમાં દસ્ત અને ઉલ્ટી માટેની અસરકારક દવા, જાણો તેને બનાવવાની રીત

- ભારતમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને દસ્ત થવા પર ORS આપવામાં આવે છે

- વિકાસશીલ દેશોમાં પાંચ વર્ષથી નાના બાળકોમાં મૃત્યુ થવાનું મુખ્ય કારણ દસ્ત હોય છે

Updated: Aug 12th, 2020

Article Content Imageનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2020, બુધવાર 

ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ એટલે કે ઓઆરએસની મદદથી દસ્ત દરમિયાન શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની ઊણપની ભરપાઇ કરી શકાય છે. દસ્તની સાથે-સાથે ઉલ્ટી અને વધુ પરસેવો થવાની પરિસ્થિતિમાં પણ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના પ્રમાણને સંતુલનમાં જાળવી રાખવા માટે બાળકોને ઓઆરએસનું મિશ્રણ આપવામાં આવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ બાળકોમાં દસ્તની સારવાર માટે ઓઆરેસને મહત્ત્વનું માન્યું છે. 

જાણો, બાળકોને ઓઆરએસનું મિશ્રણ કેવી રીતે આપવામાં આવે છે અને તેનો ફાયદો શું છે? 

ઓઆરએસના ફાયદા

બાળકોને દસ્ત અને ઉલ્ટી થવા પર સાફ પાણીમાં ઓઆરએસ મિક્સ કરીને આપી શકાય છે. તેનાથી શરીરમાં પાણીની ઊણપ સર્જાતી નથી. દસ્તની શરૂઆતથી જ બાળકોને ઓઆરએસ આપવાનું શરૂ કરી દેવું જોઇએ. 

આ મિશ્રણ પીધા પછી થોડીક મિનિટની અંદર જ કામ કરવાનું શરૂ કરી દે છે. ઓઆરએસમાંથી આંતરડા સોડિયમની સાથે ગ્લૂકોઝ અને પાણીનું શોષણ કરી લે છે જેનાથી શરીર હાઇડ્રેટ રહે છે. 

બાળકોની સાથે સાથે દરેક ઉંમરના લોકો ઓઆરએસનું મિશ્રણ પી શકે છે. 

ઘરે ઓઆરએસ કેવી રીતે બનાવશો

ઓઆરએસનું પેકેટ તમને માર્કેટમાં મળી જશે. જે ખૂબ જ સસ્તું હોય છે અને તેને બસ પાણીમાં મિક્સ કરીને પીવાની જરૂર હોય છે. પરંતુ ઘરે ઓઆરએસનું પેકેટ ન હોય તો તમે ઘરે પણ તેને બનાવી શકો છો. જાણો, કેવી રીતે...? 

એક લીટર સાફ પાણી લો અને તેમાં 30 ગ્રામ અથવા 6 ચમચી ખાંડ અને અડધી ચમચી મીઠું નાંખો. હવે આ મિશ્રણને એક બોટલમાં ભરી લો અને ત્યારબાદ તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. બાળકોને થોડુક થોડુક કરીને પીવડાવો. 

ઓઆરએસ મિશ્રણ કેવી રીતે પીવડાવશો

ઓઆરએસનું મિશ્રણ ન માત્ર બનાવવું સરળ છે પરંતુ તેને પીવું પણ ઘણું સરળ હોય છે. આ જ કારણ છે કે વિશ્વભરમાં શરીરમાં પાણીની ઉણપ સર્જાતા સારવાર માટે ઓઆરએસનું મિશ્રણ આપવાની સલાહ આપવામાં આવે છે. તેના સેવનમાં કેટલીક બાબતોનું ધ્યાન આપવું જરૂરી છે, જેમ કે,... 

- આ મિશ્રણને ઘૂંટડે-ઘૂંટડે પીવું જોઇએ. દિવસમાં થોડીક થોડીક વારે પીતા રહો. જો ઓઆરએસ પીધા બાદ ઉલ્ટી થઇ જાય છે અને આ મિશ્રણ બહાર નિકળી જાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. થોડાક સમય બાદ ફરીથી આ મિશ્રણ પી શકો છો. 

- વધુ ઉંમરના લોકોએ દસ્ત અને ઉલ્ટી થવા પર વધુમાં વધુ પ્રમાણમાં ઓઆરએસનું સેવન કરવું જોઇએ જ્યારે બે વર્ષ સુધીના બાળકોએ દસ્ત થવા પર દર વખતે મળ ત્યાગ બાદ 60 થી 125 મિલી ઓઆરએસ પીવું જોઇએ. બે વર્ષથી વધુ ઉંમરના બાળકોમાં આ પ્રમાણ 250 મિલી છે. 

ઓઆરએસમાં શું હોય છે? 

ત્રણ વસ્તુ સોલ્ટ, ગ્લૂકોઝ અને પાણીનું મિશ્રણ ઓઆરએસ હોય છે. દસ્ત, ઉલ્ટી અને વધુ પરેસેવો થવાની પરિસ્થિતિમાં શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની પૂર્તિ માટે ઓઆરએસ આપવામાં આવે છે. તેમાં ત્રણ પ્રકારના સોલ્ટ હોય છે જેમાં સોડિયમ ક્લોરાઇડ અથવા સાદુ મીઠું, ટ્રિસોડિયમ સાઇટ્રેટ-ડિહાઇડ્રેટ અને પોટેશિયમ ક્લોરાઇડ સામેલ છે. 

Gujarat