Get The App

ઉનાળાની 45 -ડિગ્રી તાપમાનમાં બહાર નીકળતા પહેલા લૂ થી બચવા આ ઉપાયો અજમાવો,

કેટલાક લોકો ઘરની બહાર નીકળે ત્યારે ખીસામાં ડુંગળી રાખવાની સલાહ આપે છે

ઉનાળામાં રોજ ઓછામાં ઓછુ 3 થી 4 લીટર પાણી પીવુ જોઈએ.

Updated: May 17th, 2023

GS TEAM


Google News
Google News
ઉનાળાની 45 -ડિગ્રી તાપમાનમાં બહાર નીકળતા પહેલા લૂ થી બચવા આ ઉપાયો અજમાવો, 1 - image
Image Envato

તા. 17 એપ્રિલ 2023, બુધવાર 

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ઉનાળાનો તાપ દરેક લોકોને દઝાડી રહ્યો છે. અને તેવામાં જો બહાર નીકળીએ તો લુ લાગવાનો ડર પણ રહે છે. પરંતુ જો તેનાથી પહેલા જ અવેર થઈ  જઈએ તો આપણુ સ્વાસ્થ્ય સારુ રહેશે. જેમા કેટલાક લોકો ઘરની બહાર નીકળે ત્યારે ખીસામાં ડુંગળી રાખવાની સલાહ આપે છે. પરંતુ શુ ડુંગળીને ખિસ્સામાં રાખવાથી  ખરેખર લૂ ન લાગતી. અથવા લૂ થી બચવા માટે બીજા કોઈ ઉપાય પણ છે. તો હા હમણા જ એક ડોક્ટરે લૂ થી બચવા માટે આ મુજબની સલાહ આપી છે. 

લૂ થી બચવા માટે આયુર્વેદિક ઉપાય

ડોક્ટરના કહેવા પ્રમાણે ડુંગળીમાં ક્વેરસેટિન નામનું  કેમિકલ હોય છે. આ કેમિકલ હિસ્ટામાઈનને બ્લોક કરી રાખેલ હોય છે. તેના કારણે લૂ થી બચવા માટે તેની ભૂમિકા જરુરી હોય છે. આ રીતે હીય સ્ટ્રોકમાં અથવા જેને લૂ લાગી છે. તેમા ડુંગળી ખાવાથી જરુર ફાયદો મળી રહે છે. આયુર્વેદિક પુસ્તકોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને તેમા ડુંગળીને જીરાના પાવડર અને તેમા મધ ભેળવીને ખાવાથી લૂ થી બચી શકાય છે. આ માટે જીરું અને ડુંગળીને તળીને તેનો પાવડર બનાવી તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરવાથી લૂ લાગવાથી બચી શકાય છે, પરંતુ માત્ર ડુંગળીને ખિસ્સામાં રાખવાથી લૂ થી બચી શકાતુ  નથી.

દિવસમાં 3થી 4 લીટર પાણી પીવાનુ રાખો 

આ ડુંગળીના પ્રયોગથી લૂ સામે રક્ષણ મેળવી શકાય છે પરંતુ તેની સાથે સાથે ગરમીમાં દરેક વ્યક્તિએ બે - ત્રણ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ. જેમા પાણીની માત્રા ઓછી થવી જોઈએ નહી. ઉનાળામાં ખાસ તો પાણી પીવાની આદત રાખવી જોઈએ. એટલે કે ઉનાળામાં રોજ ઓછામાં ઓછુ 3 થી 4 લીટર પાણી પીવુ જોઈએ. 

આ વાતોનું ખાસ ધ્યાન રાખવું

  • ગરમીની સિઝનમાં ક્યારેય ખાલી પેટ ઘરની બહાર નિકળવુ જોઈએ નહી. 
  • ઉનાળામાં બની શકે તો રોજ સફેદ કપડા પહેરવા જોઈએ, ડાર્ક કલરના બિલકુલ ન પહેરવા તેનાથી વધારે ગરમી લાગશે. 
  • ગરમીમાં જ્યારે પણ બહાર નિકળો ત્યારે છત્રી સાથે રાખો
  • ઉનાળામાં સુતરાઉ કપડાથી શરીર ઢાંકીને રાખો
  • સિઝનના ફળ અને સલાડનુ વધારે સેવન કરવાનું રાખો.

Tags :