Chocolate Day 2018: ચૉકલેટ ખાવાથી તમારા સ્વાસ્થ્યને થઇ શકે છે આ 5 નુકશાન
- વેલેન્ટાઇન્સ વીકમાં આજના દિવસે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે
- ચોક્લેટ ખાવાના કેટલાક ફાયદા છે તો કેટલાક નુકશાન પણ છે
નવી દિલ્હી, તા. 09 ફેબ્રુઆરી 2018, શુક્રવાર
ચૉકલેટ ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે, દિલનું સ્વાસ્થ્ય જળવાઇ રહે છે, મૂડ ફ્રેશ થાય છે, મગજ તેજ બને છે, સ્કિન સારી થાય છે અને ડાયાબિટીસમાં પણ ચૉકલેટથી રાહત મળે છે. આ તો થયા ચૉકલેટ ખાવાના ફાયદા, પરંતુ શું તમે તેનાથી થતા નુકશાન વિશે જાણો છો? ચૉકલેટ ખાવાના માત્ર ફાયદા જ નથી પરંતુ તેના કેટલાક સાઇડ ઇફેક્ટ્સ પણ છે.
વેલેન્ટાઇન્સ વીકમાં આજનો દિવસ ચૉકલેટ ડેના દિવસ તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે લવ બર્ડસ એકબીજાને ચૉકલેટ આપીને ચોકલેટ ડે સેલિબ્રેટ કરે છે. તો જાણો, ચોકલેટથી થતા નુકશાન વિશે...
1. વજન વધારે
મિલ્ક ચોકલેટ તમારું વજન વધારી શકે છે. ચૉકલેટના વધુ પડતા સેવનથી તેમાં રહેલ ફેટ અને કેલોરીઝ તમારા શરીરનું વજન વધારી શકે છે. એટલા માટે ચોકલેટ ઓછી ખાવી જોઇએ.
2. અનિંદ્રા અને માથાનો દુખાવો
ચૉકલેટમાં એન્ટીઑક્સીડેન્ટ્સ, વિટામિન્સ, ડાયેટ્રી મિનરલ્સ અને ફેટી એસિડ હોય છે. પરંતુ રાત્રે સૂતી વખતે ચૉકલેટ ખાવાથી અનિંદ્રાની ફરિયાદ રહે છે, તેનું કારણ છે તેમાં રહેલ કેફીન. ચૉકલેટમાં રહેલ થિયોફાઇલિઇનના કારણે હળવો માથાનો દુખાવો અને ગભરામણ જેવી મુશ્કેલીઓ આવી શકે છે.
3. ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ (આઇબીએસ)
ચૉકલેટમાં કેફીન હોય છે. આ કેફીનને વધારે માત્રામાં લેવાથી ડાયેરિયા અને ઇરિટેબલ બૉવેલ સિન્ડ્રોમ જેવી સમસ્યા થઇ શકે છે. આઇબીએસનો અર્થ છે અનિયમિત મળત્યાગ. આ બિમારી નથી પરંતુ તેમાં મોટા આંતરડા અને નાના આંતરડામાં અવરોધ પેદા થાય છે.
4. બ્લડ પ્રેશર હાઇ
ચૉકલેટમાં રહેલ કેફીનના કારણે જ તમારા શરીરમાં બ્લડ પ્રેશર હાઇ થઇ શકે છે. એટલા માટે જે લોકોને હાઇ બીપીની સમસ્યા હોય તે લોકોએ ચૉકલેટ ખાવાનું ટાળવું જોઇએ. લૉ બીપીની સમસ્યા ધરાવતા લોકો તેનું સેવન કરી શકે છે.
5. હાડકાં નબળાં પડવા
ચૉકલેટમાં રહેલ કોકોઆના કારણે ઑસ્ટિયોપોરોસિસની સમસ્યા એટલે કે હાડકાં નબળા પડી શકે છે.. તેના લક્ષણો તત્કાલિક નહીં પરંતુ થોડાક વર્ષો બાદ જોવા મળે છે.