રાત્રે ઊંઘ ના આવતી હોય તો છોડી દો તમારી એક ટેવ
અમદાવાદ, તા. 12 નવેમ્બર 2019 મંગળવાર
રાત્રે સૂતા પહેલાં ઘણા લોકોને કશુંક ને કશુંક પીવાની ટેવ હોય છે. જો તમને પણ આવી ટેવ હોય તો થોડું ધ્યાન રાખવાની જરૂર છે. તેમાંય જો તમને રાત્રે સુતા પહેલા કોફી પીવાની ટેવ હોય તો તમારે તમારી આદત વિશે વિચારવું જ જોઈએ.
આમ તો આ બાબત તે વાત પર આધાર રાખે છે કે એ વ્યક્તિ કેફીનને લઇને કેટલો સંવેદનશીલ છે. રાત્રે સરખી ઊંઘ આવે તે માટે માત્ર સુતા પહેલાની કોફી જ નહીં પરંતુ દિવસ દરમિયાન પીવાતી કોફીનું પ્રમાણ પણ ઘટાડવું જોઈએ.
આ રિસર્ચ ક્લિનિક સ્લીપ જંગલમાં પ્રકાશિત થયો છે. આ રિસર્ચમાં કહેવાયું છે કે વ્યક્તિએ ઊંઘવાના છ કલાક પહેલાંથી કોફી લેવાનું જ બંધ કરી દેવું જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે કેફિન માત્ર કોફીમાં જ નહીં પરંતુ કેટલીક ચા, બિસ્કિટ અને ચોકલેટમાં પણ હોય છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
આ રિસર્ચમાં આલ્કોહોલ લેનારને પણ રાત્રે સુતા પહેલા આલ્કોહોલ ના લેવાનું કહેવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે કેફિન કે અન્ય આલ્કોહોલના સેવનથી ગાઢ ઉંઘ નથી આવતી.
પરિણામે વ્યક્તિને સરખી ઉંઘ નથી મળતી અને સવારે ઉઠ્યા પછી તેને ફ્રેશ ફીલ થતું નથી. રિસર્ચર્સનું કહેવું છે કે જો ઉંઘમાં તકલીફ હોય તો રાત્રે સૂતા પહેલા દૂધ પીવું તે સારો વિકલ્પ છે.
ભારતમાં વર્ષોથી રાત્રે સૂતાં પહેલા દૂધ પીવાની માન્યતા છે. જેનું વૈજ્ઞાનિક કારણ આ જ છે કે તેમાં રહેલું એક કેમિકલ માણસને સરખી ઊંઘ આપે છે. દૂધ પીને ઊંઘવાથી સરખી ઊંઘ આવે છે.
પરિણામે તમારો બીજો દિવસ બહુ જ સરસ પસાર થાય છે. તેથી જ હવે જ્યારે પણ તમને ઉઁઘ ના આવવાની તકલીફ થાય ત્યારે દવાનો ઉપયોગ કરવાને બદલે થોડા દિવસ રાત્રે સુતા પહેલા હૂંફાળું ગરમ દૂધ પીવાનું ઉપાય અજમાવીને જોજો, ચોક્કસ પરિણામ મળશે.