આ વિદેશી ફળના ફાયદા જાણીને ખરીદતા પહેલાં વિચારશો નહીં
નવી મુંબઇ,તા. 2 સપ્ટેમ્બર 2023, શનિવાર
એવોકાડો એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે મેક્સિકો અને મધ્ય અમેરિકામાં જોવા મળે છે. તેને 'ઓલીગેટર પિઅર' પણ કહેવામાં આવે છે. લીલા રંગના આ ફળમાં વિટામિન A, B, C, E, ફાઈબર, પોટેશિયમ, કોપર અને ફોલેટ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
એવોકાડોને 'સુપરફૂડ' ગણવામાં આવે છે કારણ કે તેમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એવોકાડો ફળ તાજા ખાઈ શકાય અથવા તેનું સલાડ, સ્મૂધી બનાવી શકાય.
એવોકાડોના ફાયદા
વિટામિન્સ અને ખનિજો: એવોકાડો ફળમાં વિટામિન સી, વિટામિન ઇ, ફોલેટ, પોટેશિયમ અને અન્ય ઘણા ખનિજોથી ભરપુર હોય છે.
ફાઈબર: એવોકાડોમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનમાં સુધારો કરે છે અને કબજિયાત ઘટાડે છે.
સ્વસ્થ ફેટ્સ : એવોકાડો ફળમાં મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે, જેમ કે ઓલિક એસિડ, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ ચરબી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
વજન નિયંત્રણ: એવોકાડો ફળનું સેવન વજનને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, કારણ કે તેમાં પોષક તત્વો હોય છે અને ભૂખ ઓછી કરી શકે છે.
આંતરડાની હેલ્થ: એવોકાડોમાં પોટેશિયમ હોય છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે સારી છે.
ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર: એવોકાડોમાં સારી માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે, જે તેને સંપૂર્ણ અને પૌષ્ટિક ખોરાક બનાવે છે.