આ ઋતુમાં શ્વાસની તકલીફ, તો હોઈ શકે અસ્થમા
વાતાવરણમાં પરિવર્તનના પગલે તાપમાનમાં ફેરફાર થયો છે. જેના લીધે ઘણા પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે, જેમાં શ્વાસ લેવાની તકલીફનો પણ સમાવેશ થાય છે. જો કે લોકો આ તકલીફને સામાન્ય ગણે છે અને પછી તકલીફ ભયાનક સ્વરૂપ લઈ લે છે.
એક્સપર્ટનું કહેવું છે કે જો શ્વાસ લેવાની તકલીફમાં સતત વધારો થતો હોય તો એ અસ્થમાની નિશાની હોઈ શકે છે. અસ્થમા થવાનું કારણ વારસાગત તેમજ સ્થિતિ અને પર્યાવરણ પણ હોઈ શકે છે.
આ સ્થિતિ શ્વસન સંબંધિત વિકાર, વાયુ પ્રદુષકો વગેરેના સંપર્કથી પણ થઇ શકે છે. અસ્થમાની સારવાર વિશે ડૉક્ટર્સ કહે છે કે અસ્થમા નૉન-કોમ્યુનિકેબલ રોગ છે. તેને દવાઓ અને અન્ય સહાયક ઉપચાર દ્વાર નિયંત્રિત કરી શકાય છે. જો કે આનાથી આ રોગ સંપૂર્ણ મટાડી શકાતો નથી પણ તેમાં યોગ્ય ઉપચાર જરૂરી છે. રોગીઓને ટ્રીગર્સને રોકવા માટે કેટલાક સરળ ઉપાયો કરવાનું કહેવામાં આવે છે. આવા ઉપાયોથી અસ્થમાની ફ્રિક્વન્સી ઘટાડી શકાય છે.
અસ્થમા કેટલાક લોકોને ઓછી તકલીફ આપે છે પરંતુ કેટલાક લોકો માટે છેતે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. આનાથી બચવા માટે એન્ટી ઇન્ફ્લેમેન્ટરી દવાઓ, લ્યુકોટ્રીએન મોડીફાયર્સ અને બીટા એન્ટિજેનિસ્ટ્સ જેવી લાંબા સમયની દવાઓ આપવામાં આવે છે. દર્દીઓ તાત્કાલિક લક્ષણો નિયંત્રિત કરવા માટે ક્વિક રિલીફ દવાઓ પણ આપવામાં આવે છે. તેમજ જે દર્દીઓને એલર્જીક પ્રતિક્રિયાઓને કારણે અસ્થમા થતો હોય તેમને એલર્જી માટે પણ દવાઓ આપવામાં આવે છે.