Get The App

આર્ટીફિશિયલ સ્વીટનર : બની શકે છે ઘણી બધી બીમારીઓનું કારણ

Updated: Nov 28th, 2022

GS TEAM


Google News
Google News
આર્ટીફિશિયલ સ્વીટનર : બની શકે છે ઘણી બધી બીમારીઓનું કારણ 1 - image


- આર્ટિફિશિયલ સ્વીટનર વાપરવા માટે પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર 2022, સોમવાર

આર્ટિફિશિયલ સ્વીટનર્સ (કૃત્રિમ મીઠાશ)ના પરિણામો : આ ભાગમભાગ ભરી જીંદગીમાં લોકો આજકાલ ફિટ રહેવા માટે વિવિધ જાતના ઉપાય અજમાવે છે. તેમાંનો એક ઉપાય આર્ટિફિશિયલ સ્વીટનર્સનો  ઉપયોગ કરવો છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સ વજન ઘટાડવામાં વધુ મદદગાર હોય છે. કૃત્રિમ મીઠાશ ઘણી બધી રીતે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જોકે, તેના ઘણા બધા નુકસાન પણ છે જેમાં કયાંય બેમત નથી.

છેલ્લા કેટલાક સમયથી આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ ઝડપથી વધવા પામ્યો છે. એક્સપર્ટસ માને છે કે જો આ કૃત્રિમ સ્વીટનરનો વધુ માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો તે જીંદગીભર ચાલતી બીમારીઓ જેવી કે ડાયાબિટીઝ અને કેન્સર ને નોતરે છે.

આર્ટિફિશિયલ સ્વીટનર (કૃત્રિમ મીઠાશ) શું છે ?-આર્ટિફિશિયલ સ્વીટનર અનેક પ્રકારના ખાદ્ય-પદાર્થ અને કેમિકલ્સ સાથે તૈયાર થાય છે. તેમાં કેટલી મીઠાશ છે તેનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે એક ચમચી ખાંડ કરતાં પણ તે નાની ગોળીમાં વધુ ગળપણ હોય છે.

મોટાભાગના લોકો આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ વજનમાં ઘટાડવામાં અને ડાયબિટીઝ જેવી ગંભીર બિમારીથી બચવા માટે કરે છે. કૃત્રિમ મીઠાશમાં કેલરીની માત્રા શૂન્ય હોય છે. જ્યારે એક ચમચી ખાંડમાં કેલરીની માત્રા 16 હોય છે. જો તમે તમારું વજન ઓછું કરવા માંગો છો તો તે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે.

આરોગ્યના ઘણા એક્સપર્ટ્સ કહે છે કે ઘણા આર્ટિફિશિયલ સ્વીટનરમાંથી કેન્સર થઈ શકે છે. અમુક ઉંદરો પર કૃત્રિમ સેકરિનનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેના પરિણામ સ્વરૂપે ઉંદરો મૂત્રપિંડના કેન્સરથી પીડાતા હતાં. પરંતુ રાષ્ટ્રીય કેન્સર સંસ્થા અને અન્ય આરોગ્ય મંત્રાલયો અનુસાર, આ વાતનું કોઈ સચોટ વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે આર્ટીફિશિયલ સ્વીટનરથી કેન્સર થાય છે. એક્સપર્ટ કહે છે કે આર્ટિફિશિયલ સ્વીટનરની સીમિત માત્રા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

કેટલાક લોકો હેલ્થ એક્સપર્ટની સલાહ વિના પણ તેનો ઉપયોગ કરવા લાગે છે. તે જરૂરી નથી કે આર્ટિફિશિયલ સ્વીટનર બધાને સમાન રીતે લાભ પહોંચાડે તેથી તે જરૂરી છે કે જ્યારે પણ તેનો ઉપયોગ કરો તો ડૉક્ટરની સલાહ અચૂક લો.

Tags :