FOLLOW US

કૃત્રિમ ખાંડ એ મીઠાં ઝેર સમાન, વધારે પડતો ઉપયોગ ડાયાબિટિસનું જોખમ ઊભું કરશે : WHOની ચેતવણી

WHOના સંશોધન પ્રમાણે ટાઈપ 2 ડાયાબિટીસ તેમજ હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ વધી શકે છે.

WHO ના જણાવ્યા પ્રમાણે શુગરનું પ્રમાણ ઘટાડવા માટે કુદરતી ચીજોનો ઉપયોગ કરવો હિતાવહ છે

Updated: May 17th, 2023

Image Envato

તા. 17 એપ્રિલ 2023, બુધવાર

વર્તમાન સમયમાં આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ ગઈ છે, અથવા એવુ કહીએ કે મોટાભાગના લોકોની લાઈફ સ્ટાઈલ ખરાબ થઈ રહી છે તો પણ ખોટુ નથી. હવે પહેલા જેવી શારીરિક મહેનત ઓછી થઈ ગઈ છે. જેના કારણે લોકોને મોટાપો આવી જાય છે. અને એ પછી શરીરમાં વિવિધ રોગો ઘર કરી જાય છે જેમા ડાયાબિટીસ અને હાઈપરટેન્શન જેવી તકલીફો થવા લાગે છે.

કૃત્રિમ શુગર ખાંડનો સાચો વિકલ્પ નથી

પરંતુ હવે તેને સુધારવાની કોશિશ કરવી જોઈએ. તેના માટે યોગ, વ્યાયામ, ધ્યાન વગેરે પર રોજ નિયમિત અભ્યાસ કરવો જોઈએ. અને સાથે સાથે ખાવા પીવામાં પણ તકેદારી રાખવી જોઈએ. જેમા ખાસ કરીને કૃત્રિમ શુગરનો ઉપયોગ ટાળવો જોઈએ. તે એક મીઠુ ઝેર સમાન છે. તેના કારણે શરીરમાં કેલેરી નથી વધતી પરંતુ સવાલ એ છે કે શું કૃત્રિમ શુગર ખાંડનો સાચો વિકલ્પ છે. પરંતુ તેના ઉપયોગ સાચો વિકલ્પ નથી.

WHO ની ચેતવણી 

WHO એ આ બાબતે ચેતવણી આપતા કહ્યુ છે કે, તમને સલાહ આપવામાં આવે છે કે નોન શુગર સ્વિટનર્સ અથવા કૃત્રિમ ખાંડનો ઉપયોગ વજન ઘટાડવા અથવા વજનને કાબુમાં રાખવા માટે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે તે ખરેખર યોગ્ય નથી. WHO એ નોન શુગર સ્વિટનર્સ શબ્દનો ઉપયોગ કર્યો છે. 

લાંબા સંશોધન પછી WHO એ આ ગાઈડ લાઈન જાહેર કરી છે

WHO એ ઘણા લાંબા સમય સુધી સંશોધન બાદ જાહેર કરેલી ગાઈડ લાઈનમાં કહ્યુ છે કે વજન ઘટાડવા અથવા વજનને કાબુમાં રાખવા માટે લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ તેનો કોઈ લાભ મળતો નથી. સંશોધનમાં જાણવા મળ્યા પ્રમાણે તેના ઉપયોગથી લોકોને નવી નવી મુશ્કેલી વધી રહી છે. જેવી કે ટાઈપ 2 ડાયાબિટીસ તેમદ હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું જોખમ વધી શકે છે. 

શુગર ઘટાડવા માટે કુદરતી ચીજોનો ઉપયોગ કરો

WHO ના જણાવ્યા પ્રમાણે શુગરનું પ્રમાણ ઘટાડવા માટે કુદરતી ચીજોનો ઉપયોગ કરવો હિતાવહ છે. જેવા વિવિધ ફળો તેમજ શુગર વગરના ખોરાક વગેરે લઈ શકાય છે.


Gujarat
IPL-2023
Magazines